માનવને અંતરિક્ષમાં મોકલશે ઇસરો: વાયુસેના-ISRO વચ્ચે થયા કરાર, વિશ્વની ચોથી મહાશક્તિ બનશે દેશ
ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન (ઇસરો) ના માનવ મિશન માટે ભારતીય વાયુસેનાએ સમજુતી કરી છે
Trending Photos
નવી દિલ્હી : ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)ના માનવ મિશન માટે ભારતીય વાયુસેનાએ સમજુતી કરી છે. ઇસરો 2022 સુધીમાં ત્રણ ભારતીયોને અંતરિક્ષમાં લઇ જશે. તેના માટે અંતરિક્ષ યાત્રીઓની પસંદગી અને ટ્રેનિંગ ઇસરો અને વાયુસેના મળીને કરશે. ઇસરો પ્રમુખના સિવનની હાજરીમાં વાયુસેનાનાં એવીએમ આરજીકે કપુર અને ગગનયાન મિશનનાં ડાયરેક્ટર આર.હટ્ટને એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.
રાહુલની જીદ્દ યથાવત્ત: OBC/દલિત નેતાને પાર્ટી પ્રેસિડેન્ટ બનાવવાની ફોર્મ્યુલા
વડાપ્રધાન મોદીએ ગત્ત વર્ષે કેબિનેટ બેઠક દરમિયાન મહત્વપુર્ણ નિર્ણયો લેતા ઇસરોનાં મિશન ગગનયાન માટે 10 હજાર કરોડ રૂપિયાને મંજુરી આપી હતી. આ મિશન હેઠળ 3 ભારતીય અંતરિક્ષમાં સાત દિવસ પસાર કરશે. જો ભારત પોતાનાં મિશનમાં સફળ થયું તો એવું કરનારો દેશનો ચોથો દેશ બની જશે. અત્યાર સુધી અમેરિકા, રશિયા અને ચીને જ અંતરિક્ષમાં પોતાના માનવયુક્ત યાન મેળવવામાં સફળતા પ્રાપ્ત કરી છે.
PM મોદીના શપથગ્રહણ સમારોહમાં જોડાશે રાહુલ અને સોનિયા ગાંધી
40 મહિનામાં પુર્ણ થશે મિશન
કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કેબિનેટની બેઠક બાદ જણાવ્યું હતું કે, આ યોજનાને મંજુરી મળ્યા બાદ આગામી 40 મહિનાની અંદર ગગનયાનને લોન્ચ કરી દેવામાં આવશે. આ અગાઉ ઇસરો પ્રમુખ સિવને કહ્યું હતું કે, અંતરિક્ષ યાત્રીઓને અંતરિક્ષમાં મોકલવા માટેની ટેક્નોલોજી વિકસિત થઇ ચુકી છે. આ દિશામાં માનવ ક્રૂ મોડ્યુલ અને પર્યાવરણ નિયંત્રણ તથા જીવ બચાવવાની પ્રણાલી જેવી ટેક્નોલોજી પણ વિકસિત કરવામાં આવી ચુકી છે. સિવાને કહ્યું કે, 2022માં ગગનયાનને રવાના કરવાનાં ઇસરો જિંયોસિંક્રોનસ સેટેલાઇટ લોંચ વેહીકલ માર્ક 3 (GSLV Mark-III) નો ઉપયોગ કરતા બે માનવરહિત મિશન યાનને પણ મોકલશે.
ઓરિસ્સા સરકારે બહાર પાડી મંત્રીઓની યાદી, જાણો કોને કયો વિભાગ મળ્યો
ગગનયાન (Gaganyaan Mission) ની 10 ખાસ વાતો
- વર્ષ 2006માં ગગનયાન યોજના શરૂ કરવામાં આવી હતી.
- તે અંતરિક્ષમાં એક અઠવાડીયા જેટલો સમય ચાલશે.
- ગગનયાનને ફાઇનલ ડિઝાઇન આપવામાં માર્ચ 2008 સુધીનો સમય લાગી ચુક્યો છે.
- ત્યાર બાદ તેને વિતપોષણ માટે ભારત સરકાર સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું.
- ગગનયાન નિર્માતા HAL અને ISRO એ તેની ડિઝાઇ સ્પેસ કેપ્સ્યૂલ રિકવર પ્રયોગનાં ડિઝાઇનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.
- ગગન યાનનું કુલ વજન 3.7 ટન છે.
- લોન્ચિંગ સાથે ગગનયાનનું વજન આશરે 7.8 ટન છે.
- તે મહત્તમ 3 લોકોને લઇને અંતરિક્ષમાં જઇ શકે છે.
- વૈજ્ઞાનિકો ગગનયાનને જીવન નિયંત્રણ અને પર્યાવરણ નિયંત્રણ ટેક્નોલોજી હેઠળ બનાવ્યું છે.
- અંતરિક્ષ યાત્રા પર 3 ભારતીયો જઇ ચુક્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે