કોરોનાને હરાવ્યા બાદ કેવી હશે દુનિયા? PM મોદીએ AEIOUના આધારે જણાવ્યું
કોરોના વાયરસને પરાસ્ત કર્યા બાદ દુનિયા કેવી હશે? કામકાજ કરવાની પદ્ધતિ કેવી હશે? લોકોની જીવનશૈલીમાં શું ફેરફાર આવશે? આ તમામ સવાલ આપણા મનમાં સ્વાભાવિકપણે ઉઠે છે. આ સવાલોના જવાબ પીએમ મોદીએ અનોખા અંદાજમાં આપ્યાં છે. તેમણે અંગ્રેજીના વોવેલ શબ્દો એટલે કે `AEIOU` દ્વારા આ વિષયો પર પોતાના વિચાર પ્રોફેશનલ લોકોની સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ LinkedIn પર શેર કર્યા છે.
નવી દિલ્હી: કોરોના વાયરસને પરાસ્ત કર્યા બાદ દુનિયા કેવી હશે? કામકાજ કરવાની પદ્ધતિ કેવી હશે? લોકોની જીવનશૈલીમાં શું ફેરફાર આવશે? આ તમામ સવાલ આપણા મનમાં સ્વાભાવિકપણે ઉઠે છે. આ સવાલોના જવાબ પીએમ મોદીએ અનોખા અંદાજમાં આપ્યાં છે. તેમણે અંગ્રેજીના વોવેલ શબ્દો એટલે કે 'AEIOU' દ્વારા આ વિષયો પર પોતાના વિચાર પ્રોફેશનલ લોકોની સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટ LinkedIn પર શેર કર્યા છે. પીએમ મોદીએ કહ્યું કે તેઓ પોતાની જાતને પણ બદલાવ મુજબ ઢાળી રહ્યાં છે. તેમણે કહ્યું કે કોરોના બાદ નવા બિઝનેસ અને વર્ક કલ્ચરAEIOU મુજબ પુર્ન પરિભાષિત થશે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે જ્યાં દુનિયા કોરોના વાયરસ સામે જંગ લડી રહી છે ત્યાં ભારતના ઉર્જાવાન અને નવા વિચારોથી ભરેલા યુવા સ્વસ્થ અને સમૃદ્ધ ભવિષ્યનો રસ્તો દેખાડી શકે છે. આ અંગે મેં @LinkedIn પર કેટલાક વિચારો શેર કર્યા છે. જે યુવાઓ અને વ્યવસાયી લોકો માટે ઉપયોગી છે. પીએમ મોદીની આ પોસ્ટનું મથાળું છે 'Life in the era of COVID-19.''
પીએમ મોદીએ કહ્યું કે જે રીતે અંગ્રેજીના શબ્દો વોવેલ (Vowel) AEIOUનું ખાસ મહત્વ હોય છે. એ જ રીતે કોરોના બાદના જીવનમાં આ શબ્દો સંલગ્ન અર્થોનું વિશેષ મહત્વ રહેશે...
અનુકૂળતા (A-Adaptability)
સમયની માગણી છે કે એવા બિઝનેસ અને લાઈફસ્ટાઈલ મોડલને અપનાવવામાં આવે જેમની સાથે સરળતાથી તાલમેળ બેસાડી શકાય. આમ કરીને આપણે બિઝનેસને પણ સુરક્ષિત રાખી શકીશું અને જિંદગીઓને પણ સંકટની આ ઘડીમાં બચાવી શકીશું. ડિજિટલ પેમેન્ટ આ કડીમાં ઉત્તમ ઉદાહરણ બની શકે છે. મોટા કે નાના દુકાનદારોએ ડિજિટલ ટુલ્સમાં રોકાણ કરવું જોઈએ. તેનાથી વેપાર કરવામાં કોઈ વિધ્ન નહીં આવે. ભારતમાં પહેલેથી ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં વધારો જોવા મળ્યો છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube