MP: ચૂંટણી ટિકીટો પર રસાકસી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું, ‘સુમિત્રા મહાજન નારાજ નથી’
કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સહીત ભાજપના બે વરિષ્ઠ નેતાઓએ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન સાથે સોમવારે અહીંયા મુલાકત કરી અને ઉમેદવારોના સિલેક્શનને લઇ વિસ્તૃત ચર્ચા કરી હતી.
ઇંદોર: મધ્ય પ્રદેશમાં થનારા વિધાનસભા ચૂંટણીમાં ઇંદોર જિલ્લાની 9 બેઠકો માટે ઉમેદવારોનું સિલેક્શનના ખેંચતાણ વચ્ચે કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સહીત ભાજપના બે વરિષ્ઠ નેતાઓએ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન સાથે સોમવારે અહીંયા મુલાકત કરી અને ઉમેદવારોના સિલેક્શનને લઇ વિસ્તૃત ચર્ચા કરી હતી.
મહાજનથી તેમની મનીષપુરી સ્થિત ઘરમાં લગભગ ડોઢ કલાક ચાલેલી મુલાકત બાદ તોમરના સંવાદદાતાઓથી કહ્યું કે ‘તાઇ (મહાજનનું લોકપ્રિય ઉપનામ) હમારી વરિષ્ઠ નેતા છે. જોકે તેઓ પાછલા કેટલાક દિવસથી વિદેશમાં હતી. એટલા માટે ચૂંટણીની ટિકિટોને લઇ ચર્ચા કરવામાં આવી ન હતી. તેમના વિદેશથી પરત ફર્યા બાદ અમે તેમની સાથે આ વિષય પર ચર્ચા કરી હતી.’
કેન્દ્રીય મંત્રીએ આ સમાચારોને નકારી ઇંદોર સીંટો પર ભાજપના ઉમેદવારના સિલેક્શન પ્રણાલીને લઇ મહાજન નારાજ થયા હતા. તેમને આ વિશે પુછવામાં પર તેમણે કહ્યું હતું કે, ‘મહાજન નારાજ નથી’. મધ્યપ્રદેશમાં 28 નવેમ્બર ચૂંટણી યોજાવવાની છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો ગરમાતો મુદ્દા વિશે પુછવા પર કહ્યું કે આ વખતે અયોધ્યામાં ઐતિહાસીક દિવાળીની ઉજવણી કરાવામાં આવશે. મહાજન, ઇંદોર વિસ્તારના સાંસદ પણ છે. તોમરની સાથે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વિનય સહસ્ત્રબુદ્ધેને પણ તેમની મુલાકાત કરી હતી.
આ મુલાકાતના થોડા સમય પહેલા જ, મહાજને ઇંદૌરમાં ભાજપને ચૂંટણી ટિકિટો વિષયમાં મીડિયાના સવાલોનો જવાબ આપવાથી ના પાડી હતી. તેમણે કહ્યું કે એક કાર્યક્રમ દરમિયાન પત્રકારોને કહ્યું કે, મને ચૂંટણી ટિકિટો વિશે કોઇ માહિતી નથી. તમે (મીડિયા) આ વિષય પર મને સવાલ ના કરશો.
ઇંદોર, મહાજન ઉપરાંત ભાજપાના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનું પણ ગૃહનગર છે. સુત્રોએ જણાવ્યું કે બન્ને વરિષ્ઠ નેતા જિલ્લાની 9 બેઠકો પર તેમના પુત્રો અને સમર્થકોને ચૂંટણી ટિકિટ આપવા માંગે છે. માનવામાં આવી રહ્યું છે કે આ ખેંચતાણના કારણે ઇંદોરની બેઠકો પર ભાજપ ઉમેદવારનું નામ જાહેરાતમાં વિલંબ થયો છે.
ભાજપે જાહેર કર્યા 17 ઉમેદવારોની બીજી યાદી
આ વચ્ચે ભાજપે સોમવારે બે મહિલાઓ સહિત તેના 17 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં એક સાંસદ તેમજ મંત્રી હિત આઠ ધારાસભ્ય શામેલ છે. જ્યારે પાંચ વર્તમનામ ધારાસભ્યને ટિકિટ આપી દેવામાં આવી છે. આ સાથે ભાજપે અત્યાર સુધીની પ્રદેશની કુલ 230 વિધાનસભા બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કર્યો છે. આ પહેલા 2 ઓક્ટોબરે તેમના 177 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી.
સોમવારે જાહેર કરેલી બીજી યાદીમાં ભાજપના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના ભત્રિજા અને મુરૈનાથી સાંસદ અનૂપ મિશ્રાને ગ્વાલિયર જિલ્લાની બેઠકની ટિકિટ આપી છે. ક્યારે વર્ષ 2013ની ચૂંટણીમાં પણ આ સીટ પર ભાજપાના ઉમેદવાર હતા, પરંતુ કોંગ્રેસના ઉમેદવારથી હારી ગયા હતા.
આ ઉપરાંત, આ યાદીમાં એક મંત્રી સહિત આઠ વર્તમાન ધારાસભ્ય પર પણ પાર્ટીએ ફરી વિશ્વાસ દેખાડ્યો છે. જેમાં મધ્ય પ્રદેશના રાજ્યમંત્રી શરદ જૈન (જબલપુર ઉત્તર બેઠક), પુષ્પેન્દ્ર પાઠક (બિજાવર), રામલાલ રૌતેલ (અનૂપપુર), રામપ્યારે કુલસ્તે (નિવાસ બેઠક), નારાયણ પવાર (બ્યાવરા), નિર્મલા ભૂરિયા (પેટલાવદ), મોહન યાદવ (ઉજ્જૈન દક્ષિણ) તેમજ ઇન્દ્રેસિંહ પરમાર (શુજાલપુર)ના નામ શામેલ છે. જોકે, ઇન્દ્રસિંહ પરમારની વિધાનસભા ક્ષેત્ર ફેરવવામાં આવ્યો છે. ત્યારે કાલાપીપલના વર્તમાનમાં ધારાસભ્ય છે, જ્યારે શુજાલપુરથી તેમને ટિકિટ આપવામાં આવી છે.
5 ધારસભ્યની ટિકિટ કપાઇ
પાર્ટીએ આ યાદીમાં વર્તમાન પાંચ ધારાસભ્યની ટિકિટ કાપવામાં આવી છે. જે પાંચ વર્તમાન ધારાસભ્યના નામ કાપવામાં આવ્યા છે. તેમને પંડિત સિંહ ધુર્વે (બિછિયા), ચન્દ્રશેખર દેશમુખ (મુલ્તાઇ), વીર સિંહ પંવાર (કુરવાઇ), જસવંત સિંહ હાડા (શુજાલપુર) તેમજ મુકેશ પાણ્ડ્યા (બડનગર)ના નામ શામેલ છે. ત્યારે પાર્ટીને કોલારસ સીટથી વીરેન્દ્ર રઘુવંશીને ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે ધર્મેન્દ્ર લોધીને જબેરા બેઠક, હરેન્દ્રજીત સિંહ બબ્બૂ (જબલપુર પશ્ચિમ), શિવરાજ શાહ (બિછિયા), રાજા પંવાર (મુલ્તાઇ), લીના સંજય જૈન (બાસૌદા), હરિ સાપ્રે (કુરવાઇ) તેમજ જીતેન્દ્ર પણ્ડ્યા (બડનગર)ને ટીકિટ આપવામાં આવી છે.
(ઇનપુટ એજન્સી ભાષાથી)