ભારતના ચંદ્રયાન-2 મિશન અને ઈસરોની મજાક ઉડાવતા પાકિસ્તાનને NASA અને UAEએ આપ્યો જડબાતોડ જવાબ
ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર ભલે ચંદ્રની સપાટી પર ઉતરવાનું ચૂકી ગયું હોય પરંતુ ચંદ્રયાન-2 મિશન બદલ દુનિયાભરમાં ઈસરોના ખોબલે ખોબલે વખાણ થઈ રહ્યાં છે.
નવી દિલ્હી: ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર ભલે ચંદ્રની સપાટી પર ઉતરવાનું ચૂકી ગયું હોય પરંતુ ચંદ્રયાન-2 મિશન બદલ દુનિયાભરમાં ઈસરોના ખોબલે ખોબલે વખાણ થઈ રહ્યાં છે. નાસા જેવી એજન્સીએ ભારત અને ઈસરોના આ પ્રયત્નને ખુબ બિરદાવ્યું છે અને મિશન ચંદ્રયાનની મુસાફરીને પોતાના માટે પ્રેરણા ગણાવી છે. આ સાથે જ ભવિષ્યમાં અંતરિક્ષમાં ઈસરો સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. યુનાઈટેડ આરબ અમીરાત (UAE)ની સ્પેસ એજન્સીએ પણ ટ્વીટ કરીને ઈસરોના પ્રયત્નોને બિરદાવ્યાં છે અને ભારતને સ્પેસ સેન્ટરનો મહત્વનો ખેલાડી ગણાવ્યો છે.
તમારી મુસાફરી અમારી પ્રેરણા છે-નાસા
નાસાએ ટ્વીટ કરીને કહ્યું કે "અંતરિક્ષ શોધ એક મુશ્કેલ ક્ષેત્ર છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-2 મિશનનું લેન્ડિંગ કરાવવાના ઈસરોના પ્રયત્નના અમે વખાણ કરીએ છીએ. તમે અમને તમારી મુસાફરીથી પ્રેરિત કર્યાં છે અને આશા કરીએ છીએ કે ભવિષ્યમાં આપણને સૂર્ય મંડળમાં મળીને કામ કરવાની તક મળશે."
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...