બીજી પૃથ્વી પર જવા માટે તૈયાર છો? નાસાએ શોધી કાઢ્યો આપણી જેવો બીજો ગ્રહ !
અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા (NASA) ના વૈજ્ઞાનિકોએ પૃથ્વીના આકારનો રહેવા લાયક ગ્રહ શોધ્યો છે. ખાસ વાત છે કે તેની સપાટી પર તરલ પાણી પણ છે. નાસાએ અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાયટીની 235મી બેઠકમાં તેનો ખુલાસો કર્યો હતો. નાસાએ જણાવ્યું કે, આ ગ્રહ આપણા સૌરમંડળની નજીક છે અને તેનું આપણાથી અંતર આશરે 100 પ્રકાશવર્ષ છે.
નવી દિલ્હી : અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા (NASA) ના વૈજ્ઞાનિકોએ પૃથ્વીના આકારનો રહેવા લાયક ગ્રહ શોધ્યો છે. ખાસ વાત છે કે તેની સપાટી પર તરલ પાણી પણ છે. નાસાએ અમેરિકન એસ્ટ્રોનોમિકલ સોસાયટીની 235મી બેઠકમાં તેનો ખુલાસો કર્યો હતો. નાસાએ જણાવ્યું કે, આ ગ્રહ આપણા સૌરમંડળની નજીક છે અને તેનું આપણાથી અંતર આશરે 100 પ્રકાશવર્ષ છે.
Big News: દિલ્હીમાંથી ISISના 3 આતંકીઓ પકડાયા
નાસાના ટ્રાજિટિંગ એક્સોપ્લેનેટ સર્વે સેટેલાઇટ (TESS) અને સ્પિટઝ સ્પેસ ટેલિસ્કોપે (Spitzer space telescope)એ આ ગ્રહને શોધ્યો છે. નાસાનાં વૈજ્ઞાનિકોએ આ ગ્રહનું નામ આપ્યું છે TOI 700D. તે સુરજ જેવા એક તારા TOI 700 ની આસપાસ પ્રદક્ષીણા કરે છે. ટોઇ 700નું વજન આપણા સુરજ કરતા અડધું છે અને તેનું તાપમાન પણ 40 ટકા ઓછું છે. ટોઇ 700ની ચારે તરફ કુલ મળીને ત્રણ ગ્રહ પરિભ્રમણ કરી રહ્યા છે. તેમાંથી બે ગ્રહ ટોઇ 700થી ખુબ જ દુર છે, પરંતુ ટોઇ 700 ડી એટલો નજીક છે કે તેના પર જીવન શક્ય છે. અન્ય બંન્ને ગ્રહોમાંથી એક પથરાળ અને બીજો ગેસથી ભરેલો છે.
આર્ટિકલ 370 હટ્યા બાદ 16 દેશના રાજદૂત સ્થિતિની સમીક્ષા કરવા પહોંચ્યા કાશ્મીર
TOI 700D ગ્રહ આપણી પૃથ્વીની તુલનાએ 20 ટકા મોટો છે. તે પોતાનાં સુરજ એટલે કે TOI 700 નું 37 દિવસમાં એક પરિભ્રમણ પુર્ણ કરે છે. તેને પોતાના સુરજ પાસેથી 86 ટકા ઉર્જા મળે છે. જો કે આપણી પૃથ્વીથી આ ગ્રહ સુધી જવામાં 37.30 લાખ વર્ષ લાગશે. જો આપણે નાસાનાં યાન ડિસ્કવરી દ્વારા 8 કિલોમીટર પ્રતિ સેકન્ડની ગતિથી જઇને તો એક પ્રકાશવર્ષનું અંતર કાપવામાં 37,200 વર્ષ લાગશે. એટલે કે 100 પ્રકાશવર્ષનું અંતર કાપવામાં 37.30 લાખ વર્ષ લાગી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube