આર્ટિકલ 370 હટ્યા બાદ 16 દેશના રાજદૂત સ્થિતિની સમીક્ષા કરવા પહોંચ્યા કાશ્મીર 

આ મંડળ સ્થાનિક લોકો તથા અધિકારીઓની સાથે મુલાકાત કરશે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ વિદેશી પ્રતિનિધિઓએ 9-10 જાન્યુઆરીએ ત્યાં જવાની મંજૂરી માંગી હતી. સૂત્રોનું એમ પણ કહવું છે કે તેમના તરફથી કાશ્મીરના હાલાતની સમીક્ષા કરવાની ભલામણ કરવામાં આવી હતી. 

આર્ટિકલ 370 હટ્યા બાદ 16 દેશના રાજદૂત સ્થિતિની સમીક્ષા કરવા પહોંચ્યા કાશ્મીર 

નવી દિલ્હી: આર્ટિકલ 370 (Article 370) હટ્યા બાદ જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir) ના હાલાતની સમીક્ષા માટે 16 દેશોના રાજદૂતોનું એક પ્રતિનિધિમંડળ શ્રીનગર (Shrinagar) પહોંચ્યું. આ મંડળ સ્થાનિક લોકો તથા અધિકારીઓની સાથે મુલાકાત કરશે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ વિદેશી પ્રતિનિધિઓએ 9-10 જાન્યુઆરીએ ત્યાં જવાની મંજૂરી માંગી હતી. સૂત્રોનું એમ પણ કહવું છે કે તેમના તરફથી કાશ્મીરના હાલાતની સમીક્ષા કરવાની ભલામણ કરવામાં આવી હતી. 

આ અંગે સરકારનું કહેવું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરની પરિસ્થિતિ જોયા બાદ જ ત્યાં જવાની ભલામણ પર વિચાર કરાશે. આ ટીમમાં દક્ષિણ અમેરિકા, આસિયાન અને આફ્રિકાના પ્રતિનિધિઓ છે. યુરોપિયન સંઘના પ્રતિનિધિ બાદમાં જશે. 

જુઓ LIVE TV

આ અંગે યુરોપીયન સંઘના એક પ્રતિનિધિએ અમારી સહયોગી ચેનલ WIONને કહ્યું કે હકીકતમાં આ અંગે અમને ખુબ શોર્ટ ટમ નોટિસ મળી અને અમારામાંથી અનેક દેશોએ પહેલા અમારા દેશો પાસેથી મંજૂરી મેળવવાની છે. આથી જવાનો નિર્ણય હાલ ટાળવામાં આવ્યો છે. આ પ્રતિનિધિમંડળને શું અટકાયતમાં રખાયેલા નેતાઓને મળવાની મંજૂરી અપાશે કે નહીં તે અંગે સૂત્રએ કહ્યું કે આ પ્રકારનો કોઈ આગ્રહ કરાયો નથી. જો કે સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખતા આ ગ્રુપ કોઈને પણ મળવા માટે સ્વતંત્ર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news