વોશિંગ્ટન ડીસી: અમેરિકન અંતરિક્ષ એજન્સી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA)એ ચંદ્રયાન-2ના 'વિક્રમ લેન્ડર' (Vikram lander)ના કાટમાળને શોધી કાઢ્યો છે. NASAએ ટ્વિટ કરી જાણકારી આપી છે કે તેને તેના લૂનર રિકનેસેન્સ ઓર્બિટર (LRO) એ ચંદ્રમા (moon)ની સપાટી પર ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરને શોધી કાઢ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NASA એ મંગળવારે સવારે લૂનર રેકોન્સેન્સ ઓર્બિટર (એલઆરઓ) દ્રારા લેવામાં આવેલો એક ફોટો જાહેર કર્યો. આ ફોટામાં વિક્રમ લેન્ડરથી પ્રભાવિત જગ્યા પર જોવા મળી રહી છે. નાસાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે ચંદ્રમાની સપાટી પર વિક્રમ લેન્ડર મળી ગયું છે. ફોટામાં વાદળી અને લીલા કલરના ડોટ્સના માધ્યમથી વિક્રમ લેન્ડરના કાટમાળવાળા વિસ્તારને બતાવવામાં આવ્યો છે. 


તમને જણાવી દઇએ કે 'ચંદ્રયાન-2'ના વિક્રમ લેન્ડર'નું ચંદ્ર પર ઉતરતી વખતે જમીની સ્ટેશનથી સંપક તૂટી ગયો હતો. સંપર્ક ત્યારે તૂટી ગયો જ્યારે ચંદ્રની સપાટીથી 2.1 કિલોમીટરની ઉંચાઇ પર હતું. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube