વિક્રમ લેન્ડર

NASA એ શોધી કાઢ્યો ચંદ્રયાન-2ના 'વિક્રમ લેન્ડર'નો કાટમાળ, જાહેર કરી તસવીર

અમેરિકન અંતરિક્ષ એજન્સી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA)એ ચંદ્રયાન-2ના 'વિક્રમ લેન્ડર' (Vikram lander)ના કાટમાળને શોધી કાઢ્યો છે. NASAએ ટ્વિટ કરી જાણકારી આપી છે કે તેને તેના લૂનર રિકનેસેન્સ ઓર્બિટર (LRO) એ ચંદ્રમા (moon)ની સપાટી પર ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરને શોધી કાઢ્યો છે.

Dec 3, 2019, 08:11 AM IST

વિક્રમ લેન્ડરને શોધી ના શક્યું નાસા, આ બે કારણોથી જાણી શકાયું નથી

યુએસ સ્પેસ એજન્સી નાસા (NASA) ફરીથી ચંદ્રમયાન-2 (Chandrayaan-2)ના વિક્રમ લેન્ડર (Vikram Lander)ને શોધવા માટે નિષ્ફળ રહ્યું છે

Oct 24, 2019, 11:54 AM IST

ISRO ચીફ કે.સિવન અમદાવાદના મહેમાન બન્યા, કોન્ફરન્સમાં ભાગ લેશે

આઇએસએસસી (ISSC)ની કોન્ફરન્સમાં ભાગ લેવા ઈસરો (ISRO)ના ચેરમેન કે. સિવન (K Sivan) અમદાવાદ પહોંચ્યા છે. ચંદ્રયાન-2 (Chandrayaan 2) મિશનમાં વિક્રમ લેન્ડર (Lander Vikram)નો સંપર્ક તૂટ્યા બાદ તેઓ વડાપ્રધાનને ગળે લગાવીને રડ્યા હતા. ત્યારે આઈએસએસી દ્વારા આજે  ‘સિસ્ટમ એન્જિનિયરીંગ ફોર નેશનલ ડેવલપમેન્ટ’ વિષય પર યોજાનાર કોન્ફરન્સમાં ભાગ લેવા તેઓ અમદાવાદ (Ahmedabad)ના મહેમાન બન્યા છે.  

Sep 26, 2019, 01:58 PM IST

વિક્રમ લેન્ડર અંગે કે.સિવને આપ્યું નિવેદન, હવે આ મિશન છે ISROની પ્રાથમિકતા  

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશનની સાથે સાથે આખા દેશને એક આશા હતી કે ચંદ્રયાન 2ના લેન્ડર વિક્રમ સાથે સંપર્ક થઈ શકશે. પરંતુ શનિવારે વહેલી સવારે ચંદ્ર પર રાત શરૂ થઈ જતાની સાથે જ આ બધી આશાઓ લગભગ ખતમ થઈ ગઈ.

Sep 21, 2019, 02:25 PM IST

ચંદ્રયાન 2 : વિક્રમ લેન્ડર બની જશે ભૂતકાળ, સંપર્ક અંતિમ તબક્કામાં, ગણતરીના જ કલાકો બાકી, જાણો

Chandrayaan 2 Mission : ભારતીય અંતરિક્ષ સંસ્થા ઇસરો (ISRO) નું ઐતિહાસિક મિશન ચંદ્રયાન 2 છેલ્લી ક્ષણોમાં સંપૂર્ણ સફળ ન થઇ શક્યું. ઓર્બિટરમાંથી અલગ થયા બાદ ચંદ્રની ધરતી પર ઉતરાણ કરવા જઇ રહેલ વિક્રમ લેન્ડર છેલ્લી ક્ષણોમાં સંપર્ક વિહોણું થયું હતું. જોકે બાદમાં લોકેશન મળ્યું હતું અને સંપર્ક કરવા વૈજ્ઞાનિકો સતત મથી રહ્યા છે. જોકે હવે વિક્રમ લેન્ડર અંતિમ તબકકામાં છે. વિક્રમ લેન્ડરની લાઇફ ખતમ થવા જઇ રહી છે. સંપર્કનો આખરી દિવસ છે. પછી વિક્રમ લેન્ડર ભૂતકાળ બની જશે.

Sep 20, 2019, 05:43 PM IST

વિક્રમ લેન્ડરને શોધવામાં ઇસરો સાથે નાસા પણ જોડાયું, આશાઓ વધી

ચંદ્રની સપાટી પર વિક્રમના લેન્ડિંગ બાદથી અત્યાર સુધી 6 દિવસ પસાર થઇ ચુક્યા છે, જો કે હજી સુધી સંપર્ક સાધી શકાયો નથી

Sep 12, 2019, 11:26 PM IST

ચંદ્રયાન 2 : વિક્રમ લેન્ડર અંગે ISRO એ કહી મહત્વપૂર્ણ વાત, જાણો

ભારતીય અંતરિક્ષ રિસર્ચ સંગઠન (ISRO) એ વિક્રમ લેન્ડર (Vikram Lander) મામલે મંગળવારે મહત્વપૂર્ણ વાત કરી છે. ઇસરોએ કહ્યું કે, વિક્રમ લેન્ડર સાથે સંપર્ક કરવાના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

Sep 10, 2019, 02:09 PM IST
 isro statement lander vikram chandrayaan 2 watch Big News PT24M18S

ચંદ્રની સપાટી પર લેન્ડર વિક્રમ સુરક્ષિત ઇસરોઃ જુઓ Big News

ચંદ્રયાન-2ને લઈને મોટા સમાચાર આવી રહ્યાં છે. આ મિશન સાથે જોડાયેલા ઈસરોના એક ઓફિસરે જણાવ્યું કે વિક્રમ લેન્ડર પૂર્વનિર્ધારિત જગ્યાની નજીક જ પડ્યું છે. મોટી વાત એ છે કે તેમા કોઈ તોડફોડ થઈ નથી. લેન્ડર ચંદ્રની સપાટી પર થોડું ત્રાસુ પડ્યું છે. તેમણે સોમવારે જણાવ્યું કે 'વિક્રમે હાર્ડ લેન્ડિંગ કરી છે અને ઓર્બિટરના કેમેરાએ જે તસવીર મોકલી છે તેનાથી જાણવા મળે છે કે તે નિર્ધારીત સ્થળની બિલકુલ નજીક પડ્યું છે. વિક્રમ તૂટ્યું નથી અને તેનો આખો ભાગ સુરક્ષિત છે.'

Sep 9, 2019, 08:45 PM IST

ચંદ્રયાન-2: વિક્રમ લેન્ડર અંગે આવ્યાં સારા સમાચાર, ધબ દઈને પછડાયું છતાં તૂટ્યું નથી, બિલકુલ સલામત છે

ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમ અંગે એક મોટી જાણકારી સામે આવી રહી છે. ઈસરોના જણાવ્યાં મુજબ વિક્રમ સુરક્ષિત છે અને તેને કોઈ નુકસાન થયુ નથી.

Sep 9, 2019, 02:10 PM IST

વિક્રમ લેન્ડર અંગે આવ્યાં મહત્વના સમાચાર, ઈસરો ચીફે કહ્યું- ઓર્બિટરે ક્લિક કરી તસવીર 

ચંદ્રયાન-2ને લઈને ઈસરોના પ્રમુખે મોટું નિવેદન આપ્યું છે. ઈસરોના ચેરમેન કે સિવને કહ્યું કે 'ઈસરોને વિક્રમ લેન્ડરના લોકેશનની જાણકારી મળી છે.' સિવને જણાવ્યું કે ઓર્બિટરે લેન્ડરની થર્મલ ઈમેજ પણ ક્લિક કરી છે. તેમણે કહ્યું કે 'જો કે હજુ સુધી લેન્ડર સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી. અમે સતત સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યા છીએ. જલદી સંપર્ક થઈ શકશે.'

Sep 8, 2019, 02:13 PM IST

ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમ સાથે આખરે થયું શું? તમામ સવાલોના 3 દિવસમાં મળશે જવાબ!, જાણો કઈ રીતે

ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગની ગણતરીની પળો પહેલા ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમનો ગ્રાઉન્ડ સ્ટેશન સાથે સંપર્ક તૂટી ગયો. તે સમયે લેન્ડર વિક્રમ ચંદ્રની સપાટીથી માત્ર 2.1 કિમી દૂર હતું. વિક્રમ સાથે ખરેખર શું બન્યું, તે ક્યાં છે અને કઈ હાલાતમાં છે તે અંગે હજુ સુધી કોઈ જાણકારી મળી નથી.

Sep 8, 2019, 12:29 PM IST

ભારતના ચંદ્રયાન-2 મિશન અને ઈસરોની મજાક ઉડાવતા પાકિસ્તાનને NASA અને UAEએ આપ્યો જડબાતોડ જવાબ

ચંદ્રયાન-2નું વિક્રમ લેન્ડર ભલે ચંદ્રની સપાટી પર ઉતરવાનું ચૂકી ગયું હોય પરંતુ ચંદ્રયાન-2 મિશન બદલ દુનિયાભરમાં ઈસરોના ખોબલે ખોબલે વખાણ થઈ રહ્યાં છે.

Sep 8, 2019, 07:47 AM IST

Zee Media સાથેની ચર્ચામાં કે. સિવને કહ્યું PMએ અમારો ઉત્સાહ વધાર્યો છે

ઇસરો અધ્યક્ષ કે.સિવને ઝી ન્યૂઝ સાથેની વાતચીતમાં કહ્યું કે, લેન્ડર સાથે સંપર્કનો પ્રયાસ ચાલી રહ્યો ચે

Sep 7, 2019, 07:26 PM IST

ચંદ્રયાન-2: આશંકા છે... વિક્રમ લેન્ડરે ચંદ્ર પર કર્યું ક્રેશ લેન્ડિંગ, આશા જીવંત

વિક્રમ લેન્ડર ફરીથી કામ કરશે, તેવી આશા સાથે ઇસરોના વૈજ્ઞાનિકો હજી પણ સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો હતો

Sep 7, 2019, 06:23 PM IST

ચંદ્રયાન-2: આખો દેશ ઈસરોની પડખે, સત્તા પક્ષ-વિપક્ષના નેતાઓએ પણ એક સૂરમાં વૈજ્ઞાનિકોને બિરદાવ્યાં

ભારતના ચંદ્રયાન-2 મિશન અંતર્ગત ચંદ્રની સપાટી પર લેન્ડ થતા પહેલા જ વિક્રમ લેન્ડરનો સંપર્ક ધરતી પરના ઈસરોના વૈજ્ઞાનિકો  સાથે કપાઈ ગયો. આમ છતાં ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક પહોંચીને ઈતિહાસ રચી નાખ્યો છે. આ મિશનને લઈને દેશભરના લોકો ઈસરોના વૈજ્ઞાનિકોનો જુસ્સો વધારી રહ્યા છે અને તેમના પ્રયત્નોને બિરદાવી રહ્યાં છે. આવા સમયે દેશમાં એકબીજા પર આકરા પ્રહારો કરતા સત્તા-વિપક્ષના નેતાઓ પણ એકસાથે એકજૂટ થયેલા જોવા મળ્યાં છે. બધાએ એકસૂરમાં ઈસરોના પ્રયત્નોને બિરદાવ્યાં છે. પીએમ મોદીએ આજે ઈસરોના વૈજ્ઞાનિકોને સંબોધન કરીને તેમના પ્રયત્નોને બિરદાવ્યાં. પીએમ સાથે અન્ય અનેક રાજકીય હસ્તીઓએ પણ ઈસરોના ખુબ વખાણ કર્યાં. 

Sep 7, 2019, 01:50 PM IST

ચંદ્રયાન-2: 'વિક્રમ' લેન્ડર ક્યાં ખોવાઈ ગયું, શું તે ક્રેશ થઈ ગયું? જાણો શું કહ્યું ઈસરોએ 

ચંદ્રયાન-2 મિશન સાથે જોડાયેલા એક વરિષ્ઠ ઈસરો અધિકારીએ આજે કહ્યું કે ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)એ વિક્રમ લેન્ડર અને તેમાં રહેલા પ્રજ્ઞાન રોવરને કદાચ ગુમાવી દીધા છે. આ અગાઉ લેન્ડર જ્યારે ચંદ્રની સપાટી નજીક આવી રહ્યું હતું ત્યારે જ નિર્ધારીત સોફ્ટ લેન્ડિંગથી ગણતરીની મિનિટો પહેલા તેનો પૃથ્વી સ્થિત નિયંત્રણ કેન્દ્ર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ઈસરોના અધ્યક્ષ કે સિવને કહ્યું કે વિક્રમ લેન્ડર ચંદ્રમાની સપાટીથી 2.1 કિમીની ઊંચાઈ સુધી નિર્ધારીત રીતે ઉતરણ કરી રહ્યું હતું. ત્યારબાદ લેન્ડરનો ધરતી સાથેનો સંપર્ક તૂટી ગયો. આંકડાનું વિશ્લેષણ થઈ રહ્યું છે. 

Sep 7, 2019, 11:35 AM IST

વિક્રમ લેન્ડર સાથે સંપર્ક ભલે તૂટ્યો, પરંતુ ચંદ્રયાન-2નું ઓર્બિટર છે કાર્યરત, કરશે 'આ' અદભૂત કામ

ભલે વિક્રમ લેન્ડર સાથે સંપર્ક ખોરવાઈ ગયો પરંતુ ચંદ્રની કક્ષામાં રહેલા ચંદ્રયાન-2નું ઓર્બિટર એક વર્ષ સુધી ચંદ્રનો અભ્યાસ કરશે અને તેના રહસ્યો પરથી પડદો હટાવશે. તેનો ઉલ્લેખ પીએમ મોદીએ આજે પોતાના સંબોધનમાં પણ કર્યો. આ માટે તેમાં ખુબ જ શક્તિશાળી ઉપકરણ લાગેલા છે. 

Sep 7, 2019, 10:26 AM IST

VIDEO: ISRO હેડક્વાર્ટરમાં બાળકોએ PM મોદીને પૂછ્યો એવો સવાલ, સાંભળીને તેઓ ખડખડાટ હસી પડ્યાં

ચંદ્રયાન 2ના વિક્રમ લેન્ડરની ચંદ્રની સપાટી પર ઉતરવાની સમગ્ર પ્રક્રિયા જોવા માટે ઈસરો હેડક્વાર્ટર  પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ ત્યારબાદ અહીં આવેલા બાળકો સાથે પણ સંવાદ કર્યો.

Sep 7, 2019, 09:59 AM IST

ISROના જબરદસ્ત પ્રયત્ન પર સમગ્ર દેશને ગર્વ છે: ડો. સુભાષ ચંદ્રા

ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે ચંદ્રયાન-2 મિશન અંતર્ગત વિક્રમ લેન્ડરને પહોંચાડીને ઈતિહાસ રચી દીધો છે. જો કે લેન્ડિંગ પહેલા જ તેનો સંપર્ક વૈજ્ઞાનિકો સાથે તૂટી ગયો છે. જેના પર રાજ્યસભા સાંસદ ડો. સુભાષ સંદ્રાએ ટ્વીટ કરીને કહ્યું કે સમગ્ર દેશને ઈસરો પર ગર્વ છે. 

Sep 7, 2019, 09:37 AM IST

VIDEO: ISRO ચીફ કે સિવન PM મોદીને ગળે મળીને રડી પડ્યા, પીએમ પણ થઈ ગયા ભાવુક

બેંગ્લુરુ સ્થિત ભારતીય અંતરીક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)ના કન્ટ્રોલ સેન્ટરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સવારે પહોંચીને વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી. તેમણે ચંદ્રયાન-2 મિશન અંગે દેશને પણ  સંબોધન કર્યું. ઈસરો ચીફના કે સિવન તેમને છોડવા માટે બહાર આવ્યાં પરંતુ તે દરમિયાન તેઓ ભાવુક થઈ ગયાં. કે સિવન આ દરમિયાન રડી પડ્યાં. તેમને ભાવુક જોઈને પીએમ મોદીએ તેમને ગળે લગાવ્યાં. આ સાથે જ તેમની પીઠ થાબડીને તેમનો જુસ્સો પણ વધાર્યો. 

Sep 7, 2019, 09:17 AM IST