નાસિકઃ મહારાષ્ટ્રના નાસિક શહેરની ઝાકિર હુસૈન હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીકેજને કારણે હોસ્પિટલમાં દાખલ 22 દર્દીઓના મોત થયા છે. સૂત્રો પ્રમાણે આ મોતનો આંકડો હજુ વધી શકે છે. જાણકારી પ્રમાણે હોસ્પિટલમાં 65થી વધુ દર્દી વેન્ટિલેટર અને ઓક્સિજન સપોર્ટ પર હતા. જેમાંથી 35 દર્દીની સ્થિતિ નાજુક છે. મૃત્યુ પામનારમાં 11 મહિલા અને 11 મહિલા સામેલ છે. આ દુર્ઘટના બપોરે 12.30 કલાક આસપાસ થઈ હતી. પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કઈ રીતે થઈ આટલી મોટી દુર્ઘટના
નાસિકના જિલ્લાધિકારી સૂરજ માંઢરે પ્રમાણે આજે સવારે હોસ્પિટલમાં લાગેલ ઓક્સિજન ટેન્કનો કોક ખરાબ થઈ ગયો હતો, જેના કારણે લીકેજ શરૂ થયું. આ કારણે ઓક્સિજનની સપ્લાઈનું પ્રેશર ઓછુ થઈ ગયું અને ઓક્સિજન સપોર્ટ પર રહેલા 22 દર્દીઓના મૃત્યુ થયા. પરંતુ આ લીકેજને અડધો કલાકમાં રીપેર કરી લેવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ઠાકરેએ નાસિક દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. સાથે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. 


આ પણ વાંચોઃ Triple Mutation Strain: દેશમાં કોરોનાના ત્રિપલ મ્યૂટેન્ટની એન્ટ્રી, આ રાજ્યોમાં મળ્યા કેસ


ફરી શરૂ થઈ ઓક્સિજન સપ્લાઈ
આ ઘટના બાદ નાસિકની હોસ્પિટલમાં ફરીથી ઓક્સિજન સપ્લાઈ શરૂ થઈ ચુકી છે. દર્દીઓને બેડ પર ઓક્સિજન આપવાનું કામ કરવામાં આવી રહ્યું છે. પરંતુ આ દુર્ઘટનાને કારણે અનેક દર્દીઓની સ્થિતિ ગંભીર છે. આ દુર્ઘટનાની પાછળ કોઈ માનવીય ભૂલ છે કે ક્યા કારણે આ દુર્ઘટના સર્જાઈ? આ તમામ સવાલો પર હાલ તંત્ર મૌન છે. પ્રશાસનનું કહેવું છે કે પહેલા લોકોનો જીવ બચાવવો અમારી પ્રાથમિકતા છે. 


મંત્રી છગન ભુજબલે લીધી મુલાકાત
રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યુ કે નાસિક શહેરના સંરક્ષક મંત્રી છગન ભૂજબલે હોસ્પિટલનો પ્રવાસ કર્યો છે અને જલદી અન્ય એફડીએના મંત્રી પણ નાસિક શહેરનો પ્રવાસ કરવા માટે નિકળવાના છે. 


આ પણ વાંચોઃ Video: હોસ્પિટલમાં બેડ ન મળે તો ઘરે કરો કોરોનાની સારવાર, આ રીતે વધારો ઓક્સિજન લેવલ


ઓક્સિજન ટેન્ક માટે નહતી ટેક્નિકલ ટીમ
જાણકારી પ્રમાણે હોસ્પિટલમાં જે કંપનીએ ઓક્સિજન ટેન્ક સ્થાપિત કર્યો હતો. તેના તરફથી ટેન્કની દેખરેખ માટે ટેક્નિકલ ટીમના વ્યક્તિની હાજરી જરૂરી હોય છે. ઓક્સિજન પ્લાન્ટની દેખરેખ કરવી ડોક્ટરોનું કામ નથી. તેવામાં ટેક્નિકલ ટીમને ઓક્સિજન ટેન્ટ માટે કેમ રાખવામાં આવી નહીં? આ સવાલ પણ પૂછવામાં આવી રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube