Triple Mutation Strain: દેશમાં કોરોનાના ત્રિપલ મ્યૂટેન્ટની એન્ટ્રી, આ રાજ્યોમાં મળ્યા કેસ

ડબલ મ્યૂટેન્ટ વેરિએન્ટ (Double Mutant Strain) માં વધુ એક મ્યૂટેશન હોવાથી તેને ત્રિપલ મ્યૂટેન્ટમાં બદલવાની જાણકારી સ્વાસ્થ્ય મંત્રાલયને આપવામાં આવી છે. મહારાષ્ટ્ર, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢથી લીધેલા સેમ્પલમાં આ નવો મ્યૂટેશન જોવા મળ્યો છે. 

Triple Mutation Strain: દેશમાં કોરોનાના ત્રિપલ મ્યૂટેન્ટની એન્ટ્રી, આ રાજ્યોમાં મળ્યા કેસ

નવી દિલ્હીઃ કોરોના વાયરસે (Coronavirus) દેશમાં હાહાકાર મચાવી રાખ્યો છે. દરરોજ કોરોના સંકટ વધુ ગંભીર બની રહ્યું છે. દેશની હેલ્થ સિસ્ટમ જર્જર થઈ રહી છે. આ વચ્ચે એક રિપોર્ટ પ્રમાણે ભારતના કેટલાક ભાગમાં 'ત્રિપલ મ્યૂટેશન સ્ટ્રેન' (Triple Mutation Strain) જોવા મળ્યો છે. 

આ છે બીજી વેવ આક્રમક થવાનું કારણ
મ્યૂટેશન ત્યારે થાય છે જ્યારે વાયરસ સ્વરૂપ બદલતો રહે છે અને જેટલો તે મ્યૂટેટ હોય છે એટલો ફેલાઈ છે. ભારતમાં ડબલ મ્યૂટેશન (Double Mutation Strain) વાળા વાયરસના મામલામાં આમ થઈ ચુક્યુ છે. કોરોના વાયરસ  (Coronavirus) ના ડબલ મ્યૂટેશનની જાણકારી પાછલા વર્ષે 5 ઓક્ટોબરે વાયરસના જીનોમ સીક્વેન્સથી લાગી હતી. જાણકારી પ્રમાણે આ કારણે કોરોનાની બીજી લહેર વધુ ઝડપી થઈ છે. 

શું કહે છે નિષ્ણાંતો?
ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બન્ને મ્યૂટેશન- E484Q અને  L425R, વાયરસના મહત્વપૂર્ણ સ્પાઇક પ્રોટીનમાં સ્થિત હતા- જે તેને શરીરમાં રિસેપ્ટર કોશિકાઓ સાથે જોડે છે. મ્યૂટેશનનો તત્કાલ પ્રભાવથી અભ્યાસ કરવો જોઈએ. પરંતુ ફંડની કમી અને કોરોનાના ઘટતા કેસને કારણે નવેમ્બર અને જાન્યુઆરી વચ્ચે થઈ રહેલી જીનોમ સીક્વન્સ બંધ થઈ હઈ. હવે  B.1.167 માં એક ત્રીજા મ્યૂટેશનની ઓળખ થઈ છે. નિષ્ણાંતોનું માનવું છે કે આ વખતે તેને ગંભીરતાથી લેવી જોઈએ. 

આ રાજ્યોમાં મળ્યું નવું સ્વરૂપ
ત્રિપલ મ્યૂટેન્ટ સ્ટ્રેન ભારત માટે આગામી ખતરો હોઈ શકે છે અને તબાહી પહેલા તેને હરાવવો પડશે. આ સમયે તેના વિશે વધુથી વધુ જાણકારીની જરૂર છે. સીધા શબ્દોમાં કહીએ તો હવે મળેલા ત્રિપલ મ્યૂટેશન વેરિએન્ટમાં કોરોનાના ત્રણ સ્ટ્રેન મળ્યા છે. આ એક સાથે મળીને એક નવો વેરિએન્ટ બનાવે છે. અત્યાર સુધી મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને દિલ્હીમાં કોરોનાનો ત્રિપલ મ્યૂટેશન વેરિએન્ટ મળવાના સમાચાર છે. મ્યૂટેન્ટને સંપૂર્ણ રીતે સમજવા માટે નિષ્ણાંતોએ સાવચેત કર્યા છે. 

શું ત્રિપલ મ્યૂટેશન સંક્રામક છે?
નિષ્ણાંતોનું માનવુ છે કે વાયરમાં થઈ રહેલા મ્યૂટેશનને કારણે માત્ર ભારત જ નહીં પરંતુ દુનિયામાં કોરોના કેસ વધી રહ્યાં છે. ત્રિપલ મ્યૂટેશન વેરિએન્ટ કેટલો ઘાતક છે અને તે કેટલો ઝડપથી ફેલાઈ છે, તેની જાણકારી મેળવવા માટે હજુ રિસર્ચ કરવું પડશે. હાલના સમયમાં ભારતની 10 લેબમાં વાયરસની જીનોમ સીક્વેન્સ થઈ રહી છે.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news