નવી દિલ્હી: નેશનલ કોન્ફરન્સના નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ પોતાની પાર્ટીના અધ્યક્ષ ફારુક અબ્દુલ્લા અને ઉપાધ્યક્ષ ઉમર અબ્દુલ્લાને આજે મળશે. કલમ 370 હટાવાયા બાદથી પૂર્વ મુખ્યમંત્રી પિતા અને પુત્ર નજરકેદ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેશનલ કોન્ફરન્સના નેતાઓનું 15 સભ્યોનું શિષ્ટમંડળ જમ્મુ શાખા અધ્યક્ષ દેવેન્દ્રસિંહ રાણાના નેતૃત્વમાં આજે નજરકેદ પિતા પુત્રને મળવા જશે. 81 વર્ષના ફારૂક અબ્દુલ્લા શ્રીનગર સ્થિત પોતાના નિવાસ સ્થાને નજરકેદ છે. જ્યારે ઉમર અબ્દુલ્લાને સ્ટેટ ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યાં છે. 


પાર્ટી પ્રવક્તા મદન મંટૂએ કહ્યું કે શિષ્ટમંડળમાં પાર્ટીના અનેક પૂર્વ ધારાસભ્ય છે. તેઓ રવિવારે સવારે ઈન્ડિગો વિમાનથી જમ્મુ રવાના થશે. તેમણે વધુમાં કહ્યું કે શિષ્ટમંડળ રાજ્યપાલ સત્યપાલ મલિકને મળ્યું હતું અને તેમની પાસે પાર્ટીના આ બંને વરિષ્ઠ નેતાઓને મળવાની મંજૂરી માંગી હતી. રાજ્યપાલે મંજૂરી આપી. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...