NGT નો આદેશ- દિલ્હી-NCRમાં 30 નવેમ્બર સુધી ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ
દિલ્હી એનસીઆરમાં વધતા વાયુ પ્રદૂષણને જોતા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે મોટો નિર્ણય લીધો છે. NGTએ સોમવારે પોતાના આદેશમાં કહ્યું કે દિલ્હી-એનસીઆરમાં 30 નવેમ્બર સુધી ફટાકડા ફોડવા પર રોક લગાવવામાં આવે છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે બાકીના શહેરોમાં જ્યાં એર ક્વોલિટી ખરાબ કે જોખમી સ્તરે છે ત્યાં પણ ફટાકડા પર પ્રતિબંધ રહેશે.
નવી દિલ્હી: દિલ્હી એનસીઆર (Delhi NCR) માં વધતા વાયુ પ્રદૂષણને જોતા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે (National Green Tribunal) મોટો નિર્ણય લીધો છે. NGTએ સોમવારે પોતાના આદેશમાં કહ્યું કે દિલ્હી-એનસીઆરમાં 30 નવેમ્બર સુધી ફટાકડા ફોડવા પર રોક લગાવવામાં આવે છે. ટ્રિબ્યુનલે પોતાના આદેશમાં કહ્યું કે બાકીના શહેરોમાં જ્યાં એર ક્વોલિટી ખરાબ કે જોખમી સ્તરે છે ત્યાં પણ ફટાકડા પર પ્રતિબંધ રહેશે.
PM મોદીએ વારાણસીને આપી દિવાળી ભેટ, 614 કરોડની યોજનાઓની કરી શરૂઆત
દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણના સ્તર પર સુનાવણી કરતા NGT એ સમગ્ર દેશમાં ફટાકડાના ઉપયોગ સંબધે આદેશ બહાર પાડ્યો. NGTએ કહ્યું કે જ્યાં AQI ખરાબ, ખુબ ખરાબ કે ગંભીર છે તે વિસ્તારોમાં 9-30 નવેમ્બર સુધીમાં ફટાકડાના વેચાણ, અને તેના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે. પરંતુ જ્યાં એર ક્વોલિટી યોગ્ય કે મોડરેટ છે જ્યાં ગ્રીન ક્રેકર્સ ઉપયોગ કરી શકાય છે.
આ એક આદતના કારણે ભારતીયોથી દૂર ભાગી રહ્યો છે જીવલેણ કોરોના!, અત્યંત ચોંકાવનારો ખુલાસો
NGTએ પોતાના આદેશમાં કહ્યું કે જે શહેરોમાં ગત વર્ષ નવેમ્બરની સરખામણીમાં આ નવેમ્બરે AQIનું સ્તર મોડરેટ કે ઠીક સ્તરે છે ત્યાં ફક્ત ગ્રીન ફટાકડા વેચાશે. ફટાકડાનો ઉપયોગ દીવાળી ઉપરાંત છઠ, ન્યૂયર કે ક્રિસમસ પૂર્વ સંધ્યાના દિવસે ફક્ત 2 કલાક માટે રહેશે. આ ઉપરાંત કોઈ પણ અન્ય દિવસે ફટાકડાનો ઉપયોગ નહીં કરાય.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube