National Productivity Day 2023: નેશનલ પ્રોડક્ટિવિટી કાઉન્સિલની સ્થાપના દિવસને પ્રમોટ કરવા માટે ભારત દર વર્ષે 12 ફેબ્રુઆરીએ નેશનલ પ્રોડક્ટિવિટી ડેની ઉજવણી કરે છે. NPCનું ધ્યેય દેશની ઉત્પાદકતા વધારવા માટે જાગૃતિ ફેલાવવાનું છે. આ દિવસને નેશનલ પ્રોડક્ટિવિટી વીકના ભાગ રૂપે ઉજવવામાં આવે છે, જે 12થી 18 ફેબ્રુઆરી દરમિયાન ઉજવવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેશનલ પ્રોડક્ટિવિટી ડેની થીમ:
આ વર્ષે નેશનલ પ્રોડક્ટિવિટી ડેની થીમ " અ ચાન્સ ટૂ સેટ ગોલ" છે. થીમ એ હકીકત પર ધ્યાન દોરે છે કે દરેક વ્યક્તિએ પોતાની પ્રોડક્ટિવિટીના લક્ષ્યો નક્કી કરવા અને તેની તરફ કામ કરવાની તક આપવી જોઈએ. ગયા વર્ષની, થીમ 'સેલ્ફ રિલાયન્સ થ્રુ પ્રોડક્ટિવિટી' હતી.


નેશનલ પ્રોડક્ટિવિટી ડેનો ઈતિહાસ:
નેશનલ પ્રોડક્ટિવિટી ડે NPCની રચનાને યાદમાં રાખીને ઉજવવામાં આવે છે.  અને તે 12 ફેબ્રુઆરી, 2022ના રોજ રજીસ્ટ્રેશન થયું હતું. NPCએ એક ઓટોનોમસ સંસ્થા છે જેની સ્થાપના 1958માં વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ કરવામાં આવી હતી. આ દિવસનો ઉદ્દેશ્ય પ્રોડક્ટિવિટી અવેરનેસ વધારવાનો છે જે શ્રેષ્ઠ સંસાધનના ઉપયોગ સાથે ઉત્પાદનને મહત્તમ બનાવવાનું એક આવશ્યક પાસું છે. ઉત્પાદકતા, કાર્યક્ષમતા અને નવીનતાની જાગૃતિ વધારવા માટે ઉજવણી મહત્વપૂર્ણ છે. નેશનલ પ્રોડક્ટિવિટી ડે પ્રોડક્ટિવિટીથી  જીવનની ગુણવત્તા સુધારવા તરફ ધ્યાન દોરે છે અને એટલુ જ નહીં પણ નાગરિકો સારી ટેવો પાડે જેથી તેની પ્રોડક્ટિવિટી વધે તે દિશામાં પણ મદદ કરે છે.