Delhi Violence: હિંસાગ્રસ્ત વિસ્તારમાં NSA ડોભાલ, લોકોને કહ્યું- બધાએ સાથે મળીને રહેવાનું છે
તો આજે હિંસા પ્રભાવિત વિસ્તારનો પ્રવાસ કર્યાં બાદ એનએસએ અજીત ડોભાલે કહ્યું કે, પોલીસ ત્વરીત કામ કરી રહી છે. તેમણે કહ્યું, `સ્થિતિ સંપૂર્ણ રીતે નિયંત્રણમાં છે.
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી હિંસાની આગમાં સળગી રહી છે. નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને લઈને શરૂ થયેલી હિંસાએ દિલ્હીમાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે. આ હિંસામાં ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજીત ડોભાલને હિંસા રોકવાની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારબાદ ડોભાલ એકવાર ફરી રસ્તાઓ પર ફરીને લોકોને મળી રહ્યાં છે.
અજીત ડોભાલે આજે સીલમપુર વિસ્તારમાં ડીસીપી ઓફિસની મુલાકાત બાદ હિંસાગ્રસ્ત વિસ્તારનો પ્રવાસ કર્યો હતો. આજે ડોભાલે મૌજપુર અને જાફરાબાદનો પ્રવાસ કર્યો હતો. તો આ પહેલા પણ ડોભાલ સીલમપુર સહિત નોર્થ-ઈસ્ટ દિલ્હીના ઘણા વિસ્તારનો પ્રવાસ કરી ચુક્યા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube