જયપુર: રાજસ્થાન (Rajasthan) ના નાગોરમાં એક વ્યક્તિની અત્યંત દુર્લભ કહી શકાય તેવી બીમારીનો કિસ્સો સામે આવ્યો છે. અહીંના ભાદવા ગામનો એક વ્યક્તિ વર્ષમાં લગભગ 300 દિવસ સૂતો જ રહે છે. આ બીમારીથી પીડિત વ્યક્તિનું નામ પુરખારામ છે જે સૂઈ જાય પછી ઉઠાડવો મુશ્કેલ બની જાય છે. ઘરવાળા તેને ઊંઘમાં જ ખવડાવે છે. પુરખારામ કહે છે કે તેને બીજી કોઈ પરેશાની નથી. બસ ઊંઘ આવ્યા કરે છે. તે જાગવા ઈચ્છે તો પણ શરીર સાથ આપતું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્થાનિક લોકો કુંભકર્ણ કહે છે
પુરખારામની ઉંમર લગભગ 42 વર્ષ છે. આ દુર્લભ બીમારીના કારણે તે સતત કેટલાક દિવસો સુધી સૂતો રહે છે. પુરખારામના પરિજનોનું કહેવું છે કે એકવાર સૂઈ ગયા બાદ તે આરામથી સૂતો જ રહે છે અને 20 થી 25 દિવસ સુધી ન ઉઠવું એ તો સામાન્ય વાત છે. આવામાં કોઈ જરૂરી કામ આવી જાય તો વધુ સમસ્યા કારણ કે પુરખારામને ઉઠાડવો એ પરિજનો માટે લોઢાના ચણા ચાવવા જેવું બની જાય છે. હવે તો લોકો પુરખારામને 'કુંભકર્ણ'ના નામે બોલાવવા લાગ્યા છે. 


Kappa Variant: ડેલ્ટા, ડેલ્ટા પ્લસ બાદ હવે કપ્પા વેરિઅન્ટનું જોખમ, આ રાજ્યમાં અત્યાર સુધીમાં 11 દર્દી મળ્યા


ન્યૂઝ 18ના રિપોર્ટ મુજબ પુરખારામને આ બીમારીની શરૂઆત તે જ્યારે 18 વર્ષનો હતો ત્યારથી થઈ. શરૂઆતમાં તે 5થી 7 દિવસ સુધી સૂતો રહેતો હતો. ત્યારે ડોક્ટરોને બતાવ્યું પણ બીમારીનો કોઈ ઈલાજ મળ્યો નહીં. ધીરે ધીરે પુરખારામનો સૂવાનો સમય વધતો ગયો. ડોક્ટરો હવે તેમને એક દુર્લભ બીમારી હાયપરસોમ્નિયા  (Hypersomnia) થી પીડિત ગણાવે છે. મેડિકલ સાયન્સના જાણકારોનું કહેવું છે કે એવું નથી કે તે ક્યારેય સાજા નહીં થાય. તેઓ પ્રોપર ટ્રિટમેન્ટથી સાજા થઈ શકે છે. 


પરિવારજનોએ આશા નથી છોડી
ડોક્ટરો ભલે તેને દુર્લભ બીમારી ગણાવતા હોય પરંતુ તેમના પરિજનોએ આશા નથી છોડી. પુરખારામની પત્ની લિછમી દેવીનું કહેવું છે કે ગામમાં તેમની એક દુકાન પણ છે પરંતુ આ બીમારીના કારણે મોટાભાગે તે બંધ રહે છે. તેઓ દુકાનમાં કામ કરતા કરતા સૂવા લાગે છે. જ્યારે વૃદ્ધ માતાએ જણાવ્યું કે હાલ તો ખેતીવાડીથી પરિવારનું ગુજરાન ચાલે છે. પરંતુ આગળ શું થશે તે સવાલ તેમની ચિંતાનો વિષય બની ગયો છે. હકીકતમાં હવે તેમને પૌત્ર-પૌત્રીઓ ભવિષ્ય અને અભ્યાસને લઈને ચિંતા સતાવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube