Kappa Variant: ડેલ્ટા, ડેલ્ટા પ્લસ બાદ હવે કપ્પા વેરિઅન્ટનું જોખમ, આ રાજ્યમાં અત્યાર સુધીમાં 11 દર્દી મળ્યા
દેશમાં કોરોના (Corona) સંક્રમણની બીજી લહેર ભલે નબળી પડી ગઈ હોય પરંતુ કોરોનાના અલગ અલગ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં કોરોના (Corona) સંક્રમણની બીજી લહેર ભલે નબળી પડી ગઈ હોય પરંતુ કોરોનાના અલગ અલગ વેરિઅન્ટે ચિંતા વધારી દીધી છે. ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ બાદ હવે કોરોનાનો કપ્પા વેરિઅન્ટ સામે આવ્યો છે. રાજસ્થાનમાં કપ્પા વેરિઅન્ટના અત્યાર સુધીમાં 11 દર્દીઓ મળી આવ્યા છે. જેનાથી પ્રદેશમાં હડકંપ મચી ગયો છે.
પ્રદેશના આરોગ્ય મંત્રી ડો. રઘુ શર્માએ જણાવ્યું કે રાજસ્થાનમાં અત્યાર સુધીમાં કપ્પા વેરિઅન્ટના 11 દર્દી મળી ચૂક્યા છે. તેમણે જણાવ્યું કે 11 દર્દીમાંથી 4 દર્દી જયપુર અને 4 દર્દી અલવના છે જ્યારે બે દર્દી બાડમેરથી અને એક ભીલવાડાથી છે.
ડો. રઘુ શર્માએ જણાવ્યું કે કપ્પા વેરિઅન્ટ ડેલ્ટા વેરિઅન્ટની સરખામણીમાં ઓછો જીવલેણ છે. તેમણે લોકોને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરવા માટે અપીલ કરી છે.
રાજસ્થાનમાં 13 જુલાઈ સુધીમાં કોરોનાના 9.53 લાખથી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. મંગળવારે એક દિવસમાં 28 કોરોના દર્દી નોંધાયા જો કે 9.43 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં પ્રદેશમાં 8945 દર્દીઓ કોરોનાના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે.
તેજીથી ફેલાય છે આ વેરિઅન્ટ્સ
ડેલ્ટા વેરિઅન્ટ (Delta Variant)- ઝડપથી લોકોને સંક્રમિત કરી નાખે છે અને જોખમી હોય છે.
કપ્પા વેરિઅન્ટ ( Kappa Variant)- અન્યની સરખામણીએ ઝડપથી લોકોને સંક્રમિત કરે છે, ઝડપથી ફેલાય છે.
આલ્ફા વેરિઅન્ટ (Alpha Varinat)- સામાન્ય નોવલ કોરોના વાયરસની અપેક્ષાએ ઝડપથી સ્પ્રેડ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે