અમૃતસર: કોંગ્રેસના સ્ટાર પ્રચારક અને પંજાબના કેબિનેટ મંત્રી નવજોતસિંહ સિદ્ધુ પોતાના જ ગૃહ રાજ્ય પંજાબમાં ચૂંટણી પ્રચાર નહીં કરે. કારણ કે મુખ્યમંત્રી અમરિન્દર સિંહે તેમને પ્રચાર કરવાનું કહ્યું નથી. તેમની પત્ની અને ભાજપના પૂર્વ ધારાસભ્ય નવજોતકૌરે આજે આ વાત જણાવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદીની છાતી 56 ઇંચની... કોંગ્રેસનું દિલ 56 ઇંચનું: રાહુલ ગાંધી 


એવા અહેવાલો હતાં કે સિદ્ધુની ખરાબ તબિયતના કારણે તેઓ પ્રચાર કરી શકે તેમ નથી. પરંતુ હવે પત્નીએ સિદ્ધુને પંજાબમાં પ્રચાર કરવાની મંજૂરી ન આપવા બદલ પાર્ટીના પંજાબ પ્રભારી આશાકુમારીને પણ જવાબદાર ઠેરવી દીધા છે. 


'રાહુલ ગાંધી સૌથી મોટા કેપ્ટન છે' 
અહીં તેમણે પત્રકારોને જણાવ્યું કે, "કેપ્ટન સાહેબ નાના કેપ્ટન છે અને રાહુલ ગાંધી સૌથી મોટા કેપ્ટન છે અને તેમણે તેમને (સિદ્ધુ) અન્ય રાજ્યોમાં જવાબદારી સોંપી છે તથા નવજોત (સિદ્ધુ) ત્યાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે."


નવજોતકૌરે કહ્યું કે, 'જ્યારે કેપ્ટનસાહેબે અને આશાકુમારીએ તમામ (13) બેઠકો પર પાર્ટીની જીત સુનિશ્ચિત કરવાની જવાબદારી લીધી છે, તો પછી પંજાબમાં ચૂંટણી પ્રચાર માટે નવજોત (સિદ્ધુ)ની શું જરૂર છે?' ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા સિદ્ધુ પટણા સાહિબથી પાર્ટીના ઉમેદવાર શત્રુઘ્ન સિન્હાના સમર્થનમાં એક રેલીને સંબોધવા માટે મંગળવારે જ બિહાર જવા માટે રવાના થઈ ગયાં. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...