ગાય માટે ટ્રેન અટકાવી શકાય તો માણસો માટે કેમ નહી: નવજોતસિંહ સિદ્ધુ
અમૃતસર દુર્ઘટનામાં સિદ્ધુની પત્ની પર આરોપો લાગ્યા બાદ હવે અકાલી દળ અને કોંગ્રેસ સામ સામે આક્ષેપબાજી કરી રહ્યા છે
નવી દિલ્હી : ગાય માટે ટ્રેન રોકાય છે પરંતુ સેંકડો માણસો માટે નહી: સિદ્ધુનો પ્રહારનવી દિલ્હી : અમૃતસરની આંચકાજનક ઘટના બાદ ચોતરફથી સરકાર રાજકીય હૂમલાઓનો શિકાર બનેલ પંજાબ સરકારના મંત્રી નવજોસિંહ સિદ્ધુએ રવિવારે ટ્રેનના લોકો પાયલોટને ક્લીન ચીટ આપવા મુદ્દે સવાલ પેદા કરતા કહ્યું કે, ગાય માટે ટ્રેન અટકાવવામાં આવી શકે છે તો પછી માણસો માટે કેમ નહી.
શુક્રવારે શહેરનાં જોડા ફાટક વિસ્તારમાં રેલ્વે લાઇન નજીક મેદાનમાં થઇ રહેલા રાવણ દહન જોવા માટે એકત્ર થયેલા લોકો પાટા પર એકત્ર થયા હતા. તે જ સમયે એક ટ્રેન ઝડપથી પસાર થઇ અને અસંખ્ય લોકોને કચડીને જતી રહી હતી. જેમાં 59 લોકોનાં મોત નિપજ્યાં જ્યારે 57 લોકો ઘાયલ થયા હતા. આ કાર્યક્રમનાં મુખ્ય અતિથિ સિદ્ધુની પત્ની નવજોત કૌર સિદ્ધુ હતી.
ઘટના બાદ સિદ્ધુ અને તેની પત્ની સતત અકાલી દળ તરફ નિશાન સાધી રહ્યા છે. રેલ્વે મંત્રી મનોજ સિન્હાએ દુર્ઘટના અંગે કહ્યું કે, રેલ્વે તરફથી કોઇ પ્રકારની બેદરકારી નથી થઇ. સિન્હાનાં નિવેદન અંગે કહ્યું કેતમે એવા કયા પંચની રચના કરી કે જેણે માત્ર એક જ દિવસમાં લોકો પાયલોટને ક્લિન ચીટ આપી દીધી.
સિદ્ધુએ દાવો કર્યો કે, જ્યારે ગાય માટે ટ્રેન રોકી શકાય છે, કોઇ ટ્રેક પર બેઠેલુ હોય તો તેની વિરુદ્ધ ફરિયાદ દાખલ થાય છે, તેવામાં ટ્રેન અટક્યા વગર લોકોને કચડતી જતી રહી. ટ્રેનની સ્પીડ શું હતી ? 100 કિલોમીટર પ્રતિ કલાકથી વધારે હતી. જે સનનન કરતી પસાર થઇ ગઇ.
ઉલ્લેખનીય છે કે વિપક્ષી પાર્ટીઓએ રેલ્વે લાઇનની નજીક કાર્યક્રમ આયોજીત કરવા માટેની પરવાનગી આપનારા લોકોની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટેની માંગ કરી છે. અકાલી દળે પંજાબની કોંગ્રેસ સરકારને સિદ્ધુને બર્ખાસ્ત કરવાની માંગ કરતા આરોપ લગાવ્યો કે તેમની પત્નીએ એક બિન અધિકૃત કાર્યક્રમની અધ્યક્ષતા કરી. જ્યારે આ સમગ્ર ઘટનાની તપાસ માટે રાજ્ય સરકારે મેજીસ્ટ્રેટ લેવલની તપાસનાં આદેશ આપ્યા છે.