નવી દિલ્હી: પંજાબમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણી અગાઉ કોંગ્રેસમાં કઈંક રાહત જોવા મળી રહી છે. આજે સવારે કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષનો કાર્યભાર સંભાળી લીધો છે. પ્રદેશ અધ્યક્ષની કમાન સંભાળતા જ સિદ્ધુએ પોતાની સ્ટાઈલમાં જોરદાર ભાષણ આપ્યું. તેમણે વિરોધીઓને લલકારતા તેમના બિસ્તર ગોળ કરી નાખવાની વાત કરી. તેમણે કહ્યું કે તેમનું મિશન પંજાબને જીતાડવાનું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રદેશ અધ્યક્ષ બનતાની સાથે જ હુંકાર
નવજોત સિંહ સિદ્ધુએ પંજાબ પ્રદેશ અધ્યક્ષ બનતાની સાથે જ કહ્યું કે દેશના ખેડૂતો આજે દિલ્હીના રસ્તાઓ પર ધરણા ધરી રહ્યા છે. સૌથી મોટો મુદ્દો આ છે. સિદ્ધુએ કહ્યું કે કાર્યકરોના વિશ્વાસમાં ભગવાનનો અવાજ છે. અમે કાર્યકરોનો અવાજ સાંભળીશું. નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે શું ચોરોની ચોરી ન પકડવામાં આવે અને શું મોંઘી વીજળી ખરીદવામાં આવે?


કોંગ્રેસ આજે એકજૂથ છે
સિદ્ધુએ શિરોમણી અકાલી દળના નેતા અને વિક્રમજીતસિંહ મજેઠિયા પર પરોક્ષ રીતે નિશાન સાધ્યું. તેમણેકહ્યું કે પંજાબ પૂછે છે કે ચિટ્ઠા વેચનારો ક્યા છે. તેમણે કહ્યું કે સુખબીર અને મજેઠિયાને રહેવા દેવાના નથી. તેમણે કહ્યું કે પંજાબના મુદ્દાઓનો ઉકેલ લાવવો અમારો હેતુ છે. હું ખેડૂતોને મળવા માંગુ છું. કોંગ્રેસ આજે એકજૂથ છે. તેમણે કહ્યું કે મારી પ્રધાનીનું સૌથી મોટું મિશન ખેડૂતોને તાકાત આપવાનું છે. ખેડૂત મોરચો સંભાળનારાઓને મળવા માંગુ છું. મારી ચામડી મોટી છે, મારું મિશન એક જ છે.


કેપ્ટન અમરિન્દરે આપ્યું આ નિવેદન
સિદ્ધુની તાજપોશી દરમિયાન કાર્યકરોને સંબોધિત કરતા કેપ્ટન અમરિન્દર સિંહે કહ્યું કે તેઓ સિદ્ધુને બાળપણથી જાણે છે. તેમણે કહ્યું કે જ્યારે સિદ્ધુ પેદા થયા ત્યારે મારું કમીશન થયું હતું. વર્ષ 1970માં જ્યારે મે સેના છોડી ત્યારે મારી માતાજીએ મને રાજકારણમાં આવવાની સલાહ આપી હતી. નવજોત સિંહ સિદ્ધુના પિતાજી સાથે મારે ત્યારથી સંબધ છે. આ અમારા બંનેના પરિવાનું બેકગ્રાઉન્ડ છે. 


તેમણે કહ્યું કે મને અકાલી દળ અને આમ આદમી પાર્ટી પર કોઈ ભરોસો નથી. આપણે તેમનાથી બચવું પડશે. કોંગ્રેસ પાર્ટી એક જમાત છે જે શરૂઆતથી જ દેશની આઝાદી માટે પોતાના પગલાં ઉઠાવતી આવી છે. 


બેટિંગની નકલ કરતા જોવા મળ્યા સિદ્ધુ
પંજાબ કોંગ્રેસ ભવનમાં સભાને સંબોધિત કરવા માટે આગળ વધતા નવજોત સિંહ સિદ્ધુ બેટિંગની નકલ કરતા જોવા મળ્યા. ત્યારબાદ કાર્યકરોને સંબોધિત કરતા તેમણે કહ્યું કે આજે હું આખા પંજાબના કોંગ્રેસ કાર્યકરોનો પ્રધાન બની ગયો. જે ખેડૂતોના કારણે સરકાર બને છે, તેઓ આજે દિલ્હીમાં બેઠા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube