પાર્ટી સાથે નારાજગી વચ્ચે મુખ્યમંત્રી ભગવંત માન સાથે મુલાકાત કરશે નવજોત સિંહ સિદ્ધુ
નવજોત સિંહ સિદ્ધુ પહેલા ભગવંત માનની પ્રશંસા કરી ચુક્યા છે. તો બીજીતરફ પંજાબ કોંગ્રેસના પ્રભારી હરીશ ચૌધરીએ તેની વિરુદ્ધ ફરિયાદ કરી છે. હવે સિદ્ધિ માન સાથે મુલાકાત કરવાના છે.
ચંદીગઢઃ પંજાબમાં વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ નવજોત સિંહ સિદ્ધુની સ્થિતિ કોંગ્રેસમાં સતત ખરાબ થઈ રહી છે. પંજાબ કોંગ્રેસના પ્રભાવીએ સિદ્ધુ વિરુદ્ધ ફરિયાદ કરી છે અને મામલાને અનુશાસન સમિતિ પાસે મોકલ્યો છે. તો આ વચ્ચે નવજોત સિંહ સિદ્ધુએ ટ્વિટર કરી માહિતી આપી કે તે તે મુખ્યમંત્રી ભગવંત માન સાથે મુલાકાત કરવાના છે. મહત્વનું છે કે સિદ્ધુ ભગવંત માનની પ્રશંસા કરી ચુક્યા છે. તેમણે પંજાબના મુખ્યમંત્રીને નાના ભાઈ અને ઈમાનદાર વ્યક્તિ ગણાવ્યા હતા.
નવજોત સિંહ સિદ્ધુએ આજે ટ્વીટ કરી કહ્યુ, 'પંજાબની અર્થવ્યવસ્થામાં સુધારને લઈને ભગવંત માનને મળશે. તેમણે કહ્યુ- કાલે સાંજે 5.15 કલાકે ચંદીગઢમાં ભગવંત માન સાથે મુલાકાત કરીશ. પંજાબની અર્થવ્યવસ્થા વિશે તેમની સાથે ચર્ચા થશે. માત્ર ઈમાનદાર અને સંયુક્ત પ્રયાસથી પંજાબનું ભલુ થઈ શકે છે.'
હવે તાજમહેલના બંધ 22 રૂમ ખોલવા માટે હાઈકોર્ટમાં અરજી દાખલ, જાણો વિગત
સિદ્ધુએ આ પહેલા ભગવંત માનને રબ્બર સ્ટેમ્પ ગણાવ્યા હતા. તેમણે સરકાર પર પોલીસનો દુરૂપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. સિદ્ધુ પંજાબમાં પોતાની સરકાર પર સવાલ ઉઠાવી ચુક્યા છે. રેત માફિયાઓ મુદ્દે તેમણે પોતાની સરકારને ઘેરી હતી.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube