Taj Mahal Survey: હવે તાજમહેલના સર્વેને લઈ કોર્ટમાં અરજી, બંધ રૂમમાં હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિ હોવાનો દાવો

Taj Mahal Survey: જ્ઞાનવાપી મસ્જિદના સર્વે વચ્ચે હવે તાજમહેલનો સર્વે કરાવવાની માંગ ઉઠી છે. અયોધ્યાથી ભાજપના મીડિયા પ્રભારીએ હાઈકોર્ટ બેંચમાં અરજી કરી છે. 
 

Taj Mahal Survey: હવે તાજમહેલના સર્વેને લઈ કોર્ટમાં અરજી, બંધ રૂમમાં હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિ હોવાનો દાવો

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના વારાણસી શહેરમાં જ્ઞાનવાપી મસ્જિદની વીડિયોગ્રાફીને લઈને હંગામો થઈ રહ્યો છે. આ વચ્ચે તાજમહેલનો સર્વે કરાવવાની માંગ ઉઠવા લાગી છે. આ મામલામાં હાઈકોર્ટની લખનઉ બેંચમાં તાજમહેલના બંધ 22 રૂમ ખોલાવી સરકાર તરફથી ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી બનાવવાની માંગ કરવામાં આવી છે. 

શું છે 22 બંધ રૂમમાં?
ભાજપના મીડિયા પ્રભારી રજનીશ સિંહ તરફથી હાઈકોર્ટની લખનઉ બેંચમાં અરજી કરવામાં આવી છે. ભાજપના મીડિયા પ્રભારીએ અરજીમાં માંગ કરી કે તાજમહેલના બંધ પડેલા 22 રૂમ ખોલવામાં આવે અને એક ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી બનાવી રિપોર્ટ દાખલ કરવામાં આવે. એટલે જાણકારી મળી શકે કે તાજમહેલના 22 બંધ રૂમમાં આખરે શું છે? તેવી માન્યતા છે કે 22 બંધ રૂમમાં હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ છે. 

અરજીમાં કરવામાં આવી આ માંગ
હાઈકોર્ટની લખનઉ બેંચમાં દાખલ કરવામાં આવેલી અરજી પાછળ રજનીશ સિંહના વકીલ રૂદ્ર વિક્રમ સિંહનો તર્ક છે કે 1600 ઈસવીમાં આવેલ તમામ યાત્રીકોએ પોતાના યાત્રા વર્ણનમાં માનસિંહના મહેલનો ઉલ્લેખ કર્યો છે. તો તાજમહેલ 1653માં બન્યો હતો. 1651નો ઔરંગઝેબનો એક પત્ર સામે આવ્યો, જેમાં લખવામાં આવ્યું કે અમ્મીના મકબરાનું રિનોવેશન કરાવવાની જરૂર છે. તેવામાં તમામ તથ્યોના આધારે તે જાણકારી મેળવવાની જરૂર છે કે તાજમહેલના બંધ 22 રૂમમાં શું છે. તેને લઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ભાજપના નેતાએ કરેલી અરજીમાં માંગ કરવામાં આવી છે કે સરકાર એએસઆઈ તથા ઈતિહાસકારોની એક ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી બનાવી રિપોર્ટ દાખલ કરે. 

કોંગ્રેસે કર્યો હુમલો
આ મામલા પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે મોંઘવારી જેવા મુદ્દાથી ધ્યાન ભટકાવી સમાજમાં સાંપ્રદાયિકતા ફેલાવવા માટે આવી અરજી કરાવવામાં આવી રહી છે. આમ કરી ભાજપ ચૂંટણીની રોટલી શેકી રહ્યું છે. આ બંધારણની અવધારણાનું ઉલ્લંઘન છે. 

ભાજપે આપ્યો જવાબ
ભાજપ તેને બંધારણ દ્વારા આપવામાં આવેલો ન્યાયપાલિકાના અધિકારનો મુદ્દો ગણાવે છે. ભાજપે કહ્યું કે, દરેક વ્યક્તિને અધિકાર છે કે જો કોઈ મુદ્દે વિવાદ હોય તો કોર્ટનો દરવાજો ખખડાવી શકે છે. કોર્ટ કાયદાની મર્યાદામાં રહીને નિર્ણય આપે છે, તેમાં કોંગ્રેસને કોઈ સમસ્યા ન હોવી જોઈએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news