નવરાત્રિ 2019: અનેક સમસ્યાઓ ચપટીમાં દૂર કરે તેવા માતા કાત્યાયનીની આજે છઠ્ઠે નોરતે કરો આરાધના
આસોના નોરતા ચાલી રહ્યાં છે. આજે છઠ્ઠુ નોરતું છે. નવરાત્રિના નવ દિવસ માતા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોને સમર્પિત હોય છે. આજે છઠ્ઠા નોરતે કાત્યાયની માતાની આરાધના કરવામાં આવે છે. માતા કાત્યાયનીના સ્વરૂપને માતા દુર્ગાના કરૂણામયી, પરંતુ શત્રુઓનો નાશ કરનારું ગણવામાં આવે છે. પૌરાણિક માન્યતા મુજબ માતા દુર્ગાએ કાત્યાયનીનું સ્વરૂપ પોતાના ભક્તોની તપસ્યાને સફળ બનાવવા માટે લીધુ હતું.
નવી દિલ્હી: આસોના નોરતા ચાલી રહ્યાં છે. આજે છઠ્ઠુ નોરતું છે. નવરાત્રિના નવ દિવસ માતા દુર્ગાના અલગ અલગ સ્વરૂપોને સમર્પિત હોય છે. આજે છઠ્ઠા નોરતે કાત્યાયની માતાની આરાધના કરવામાં આવે છે. માતા કાત્યાયનીના સ્વરૂપને માતા દુર્ગાના કરૂણામયી, પરંતુ શત્રુઓનો નાશ કરનારું ગણવામાં આવે છે. પૌરાણિક માન્યતા મુજબ માતા દુર્ગાએ કાત્યાયનીનું સ્વરૂપ પોતાના ભક્તોની તપસ્યાને સફળ બનાવવા માટે લીધુ હતું.
મહર્ષિ કાત્યાયનની વર્ષોની તપસ્યાનું ફળ છે કાત્યાયની
ધાર્મિક ગ્રંથો મુજબ મહર્ષિ કાત્યાયને વર્ષો સુધી માતાની આરાધના કરી હતી. કાત્યાયનની આરાધનાથી પ્રસન્ન થઈને માતાએ તેમની પુત્રી સ્વરૂપે જન્મ લેવાનું વરદાન આપ્યું હતું અને ત્યારબાદ માતાએ મહર્ષિ કાત્યાયનના ઘરે જન્મ લીધો. માતા કાત્યાયનીને મહિષાસુર મર્દિની પણ કહે છે. માતાના એક હાથમાં તલવાર અને બીજા હાથમાં કમળ હોય છે. બાકીના બે હાથ વરમુદ્રા અને અભયમુદ્રાથી સુશોભિત હોય છે. તેમનું વાહન સિંહ છે અને વ્રજમંડળના અધિષ્ઠાત્રી દેવી છે. ગોપીઓએ કૃષ્ણની પ્રાપ્તિ માટે તેમની પૂજા કરી હોવાનું કહેવાય છે. વિવાહ સંબંધી મામલાએ માટે તેમની પૂજા અચૂક હોય છે.
માતા કાત્યાયનીની પૂજા વિધિ
સૌથી પહેલા ઘરમાં કળશ સ્થાપો અને ત્યારબાદ માતાની સાથે અન્ય દેવી દેવતાઓની પણ પૂજા કરો. તેમની પૂજા બાદ દેવી કાત્યાયનીની પૂજા શરૂ કરો. સૌથી પહેલા હાથમાં ફૂલ લઈને માતા કાત્યાયનીને પ્રણામ કરો. ત્યારબાદ પૂજન અને વ્રતનો સંકલ્પ લો અને વૈદિક તથા સપ્તશતી મંત્રોથી કાત્યાયની સહિત સમસ્ત સ્થાપિત દેવતાઓની મંત્રોચ્ચારથી પૂજા કરો. ધૂપ-દીપ, ફળ, પાન, દક્ષિણા ચઢાવો અને મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ અર્પણ કરો. ત્યારબાદ માતાને પ્રસાદ ચઢાવો અને આરતી કરો. પછી પરિવારના સભ્યો અને અન્ય લોકોમાં પ્રસાદને વહેંચી દો.
માતા કાત્યાયનીના ઉપાસના મંત્ર
'या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:॥
આ શ્લોકનો અર્થ એ થાય છે કે હે માતા! સર્વત્ર વિરાજમાન અને શક્તિ રૂપિણી પ્રસિદ્ધ અંબે તમને મારા વારંવાર પ્રણામ છે.
આ રંગના કપડાં પહેરો
આ દિવસે જો પીળા કે લાલ રંગના કપડાં પહેરવામાં આવે તો તે ખુબ શુભ રહેશે. આ રંગ સફળતા, ઉત્સાહ, શક્તિ અને સૌભાગ્ય તથા તાકાત દર્શાવે છે. જે લોકોને આ રંગ પસંદ હોય તે લોકો વિશાળ હ્રદયના સ્વામી, ઉદાર ઉત્તમ વ્યક્તિત્વના ગુણોવાળા હોય છે. માતા કાત્યાયનીને મધ અતિ પ્રિય છે. માતાને મધ અર્પણ કરવું શુભ હોય છે. કહે છે કે કાત્યાયની માતાને મધ અર્પણ કરવાથી સુંદર રૂપનું વરદાન મળે છે.
માતા કાત્યાયનીની પૂજાથી આ વિશેષ લાભ
માતા કાત્યાયનીની પૂજા કરવાથી વ્યક્તિના મનને નિયંત્રિત કરવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે. વ્યક્તિ પોતાની તમામ ચિંતાઓ અને વ્યસનોથી મુક્ત થાય છે. કન્યાઓના જલદી વિવાહ માટે દેવીની પૂજા ઉત્તમ ગણવામાં આવે છે. વૈવાહિક જીવનમાં સફળતા માટે માતા કાત્યાયનીની પૂજા ફળદાયી છે. કુંડલીમાં વિવાહ યોગ નબળો હોય તો પણ વિવાહ થાય છે.