નવી દિલ્હીઃ નવરાત્રી એટલે શક્તિની ઉપાસનાનો તહેવાર, આખા દેશમાં આ તહેવાર હર્ષોઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. નવરાત્રીનાં નવ દિવસ માતા દુર્ગાનાં નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. વર્ષમાં ચાર પ્રકારની નવરાત્રી આવે છે.  ધાર્મિક માન્યતા છે કે નવરાત્રીમાં માતાની પૂજાથી વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. સાથે જ માન્યતા આ છે કે નવરાત્રી દરમિયાન કેટલાક કામોથી બચવું જોઈએ. કહેવામાં આવે છે કે જો કોઈ નવરાત્રીમાં આ કામો કરે છે તો માતા કોપાયમાન થાય છે. અને જીવનમાં દરિદ્રતા આવે છે, સાથે સાથે ઘણા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેવામાં આવો જાણીએ કે નવરાત્રી દરમ્યાન કયા- કયા કામો ન કરવા જોઈએ?ે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માંસાહારી ભોજન:-
નવરાત્રી દરમ્યાન દેવીના નવ અલગ- અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. તે દિવસોમાં મા દુર્ગાનાં ભક્તો ઉપવાસ રાખીને દેવીની પૂજા કરવામાં આવે છે. તેવામાં નવરાત્રી દરમિયાન માંસાહારી ભોજનથી દૂર રહેવું જોઈએ.


દારૂનું સેવન: 
ધાર્મિક માન્યતાઓ અનુસાર કોઈ પણ પવિત્ર તહેવાર દરમ્યાન દારુનું સેવન ના કરવું જોઈએ. આસો મહિનો ભગવતી દુર્ગાની ઉપાસના માટે ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. એવામાં નવરાત્રી દરમ્યાન દારૂનું સેવન ના કરવું જોઈએ.


ચામડાની વસ્તુ પહેરવાથી બચવું: 
નવરાત્રી દરમ્યાન ચામડાના પટ્ટા, બૂટ, જૈકેટ વગેરે પહેરવાથી દૂર રહેવું જોઈએ. હકીકતમાં ચામડું જાનવરોની ચામડીમાંથી બને છે અને તેને અશુભ માનવામાં આવે છે. એવામાં નવરાત્રી દરમ્યાન ચામડાની વસ્તુઓના ઉપયોગથી બચવું જોઈએ.


લસણ-ડુંગળીનું ન કરવું સેવન: 
લસણ અને ડુંગળીને તામસિક ભોજનની શ્રેણીમાં રાખવામાં આવ્યું છે. તામસિક ભોજન મનની એકાગ્રતાનો ભંગ કરે છે. સાથે જ માનસિક થાકનું કારણ બને છે. આજ કારણ છે કે નવરાત્રીમાં તામસિક ભોજનનું સેવન ના કરવું જોઈએ.


વાળ ન કપાવવા: 
નવરાત્રીના નવ દિવસમાં સલુનમાં વાળ કપાવવા અને દાઢી કરાવવાથી દુર રહેવું જોઈએ. માન્યતા છે કે નવરાત્રી દરમ્યાન વાળ કપાવવાથી ભવિષ્યમાં સફળ થવાની સંભાવના ઘણી ઓછી થઈ જાય છે. તેવામાં નવરાત્રીના નવ દિવસોમાં વાળ કપાવવાથી દૂર રહેવુ જોઈએ.


નખ ન કાપવા: 
શાસ્ત્રો અનુસાર નવરાત્રીના નવ દિવસોમાં નખ કાપવાની મનાઈ હોય છે. તે જ કારણ છે કે કેટલાક લોકો નવરાત્રી શરુ થતા પહેલા નખ કાપી લેતા હોય છે કે જેથી નવરાત્રીના દિવસોમાં નખ કાપવાની જરૂર ન પડે. માન્યતા છે કે નવરાત્રીનાં નવ દિવસ દરમિયાન નખ કાપવાથી માતાજી ગુસ્સે થઇ જાય છે અને તેમના ગુસ્સાનો સામનો કરવો પડે છે.


ના બોલો અપશબ્દ: 
નવરાત્રીના તહેવાર દરમ્યાન કોઈને પણ અપશબ્દો બોલવાથી દૂર રહેવું જોઈએ. નવરાત્રી દરમ્યાન દેવી દુર્ગાની ભક્તિ અને ઉપાસના કરવાનો સમય હોય છે. તે માટે તે દરમ્યાન કોઈના પણ માટે અપશબ્દનો ઉપયોગ ના કરવો જોઈએ.