Navratri 2022: નવરાત્રિમાં નવ દિવસ માતાજીને લગાવો આ ભોગ, તમારા પર થશે માતાજીની કૃપા
નવી દિલ્હીઃ નવરાત્રિ એટલે માતાજીની આરાધના કરવાનો અનેરો અવસર. આ નવ દિવસ માતાને પૂજવાનો મહિમા અલગ જ છે. અને આ દિવસો દરમિયાન અલગ-અલગ પ્રકારના ભોગ ધરાવવાથી માતાજી પ્રસન્ન થાય છે. હિંદૂ ધર્મમાં નવરાત્રિનું ખાસ મહત્વ છે. આ વર્ષે નવરાત્રિ 25 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે અને 5 ઓક્ટોબર સુધી ચાલશે. નવરાત્રિના નવ દિવસ માતાના અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. અનેક લોકો માતાના ઉપવાસ કરે છે અને તેમને અલગ-અલગ ભોગ અર્પણ કરી તેમને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. એટલે જ આજે જાણીશું કે માતાજીને ક્યા સ્વરૂપને કેવો ભોગ અર્પણ કરવાની તેઓ પ્રસન્ન થશે.
માતા શૈલપુત્રીને દેશી ઘી-
નોરતાના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતા પાર્વતી હિમાલયની દીકરી હોવાથી તેમને શૈલપુત્રી તરીકે જાણવામાં આવે છે. અને તેમનો આશીર્વાદ મેળવવા માટે તેમને દેસી ઘીનો પ્રસાદ ચડાવવો જોઈએ.
માતા બ્રહ્મચારિણીને ખાંડ-
માતા બ્રહ્મચારિણીની નોરતાના બીજા દિવસે પૂજા કરવામાં આવે છે. પાર્વતીના અવિવાહિત સ્વરૂપ બ્રહ્મચારિણીની આ દિવસે પૂજા કરવામાં આવે છે. જેમને પ્રસન્ન કરવા માટે ખાંડનો પ્રસાદ ચડાવી શકાય છે.
માતા ચંદ્રઘંટના ખીર-
નવરાત્રિનો ત્રીજો દિવસ માતા ચંદ્રઘંટાને સમર્પિત છે. જેઓ દેવી પાર્વતીનું વિવાહિત સ્વરૂપ છે. જેમને ખીરનો પ્રસાદ ચડાવીને પ્રસન્ન કરી તેમના આશીર્વાદ મેળવી શકાય છે.
માતા કુષ્માંડાને માલપુઆ-
નવરાત્રિના ચોથા દિવસે મા કુષ્માંડાની આરાધના કરવામાં આવે છે. જેમની પાસે સૂર્યની અંદર રહેવાની શક્તિ અને ક્ષમતા છે. જેમને માલપુઆનો પ્રસાદ ચડાવવામાં આવે છે. માતા કુષ્માંડા ભક્તોના જીવનમાં રહેલો અંધકાર દૂર કરે છે.
સ્કંદમાતાને કેળા-
નોરતાના પાંચમા દિવસે સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. જેમને કેળાનો પ્રસાદ ચડાવવાથી માતા ભક્તોને સમૃદ્ધિ અને શક્તિ પ્રદાન કરે છે.
માતા કાત્યાયનીને મધ-
છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. જેમણે મહિષાસુરનો વિના કર્યો હતો. જેમને મધનો ભોગ ધરાવવામાં આવે છે.
માતા કાલરાત્રિનો ગોળ-
સાતમાં દિવસે માતા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. માતા પાર્વતીએ શુંભ અને નિશુંભ નામના રાક્ષસોને મારવા માટે કાલરાત્રિનું રૂપ ધારણ કર્યું હતું. જેમને ગોળનો પ્રસાદ ચડાવવો જોઈએ.
માતા મહાગૌરીને નારિયેળ-
નવરાત્રિના આઠમાં દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. જેમને નારિયેળનો પ્રસાદ ચડાવવાથી પાપથી છૂટકારો મળે છે.
સિદ્ધિદાત્રી માતાને તલ-
નવરાત્રિના નવમાં દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. તમામ પ્રકારની સિદ્ધીઓની પ્રાપ્તિ માટે નવરાત્રિમાં માતા સિદ્ધિદાત્રીને તલનો પ્રસાદ ચડાવો