અત્યારે સમય એવો છે કે જ્યાં જુઓ ત્યાં પ્લાસ્ટિકની વસ્તુઓ તમને જોવા મળશે. ખાસ કરીને પીવાના પાણીની બોટલ જો તમે ખરીદવા જશો તો તમને સૌથી વધુ પ્લાસ્ટિકની બોટલના વિકલ્પ જ મળશે. લોકો ધડાધડ તે  ખરીદી પણ લેતા હોય છે. એ પણ નથી જોતા કે તે સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે કેવી રીતે ખબર પડે કે કયુ પ્લાસ્ટિક સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક છે અને તે કેટલું યોગ્ય છે. જો કે  હવે તમારે ચિંતા કરવાની જરાય જરૂર નથી. કારણ કે અમે તેમને કેટલાક એવા કોડ વિશે જણાવીશું જેની મદદથી તમે જાણી શકશો કે કયા નંબરના કોડની પ્લાસ્ટિક બોટલ તમારે ખરીદવી જોઈએ અને કઈ ન ખરીદવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નંબરોનો અર્થ સમજો
જો તમને પ્લાસ્ટિક બોટલ પર #3 કે #7 નંબર લખેલો જોવા મળે તો તેનો અર્થ એ છે કે આ પ્લાસ્ટકમાં હાનિકારક તત્વ જેમ કે બીપીએ ભળેલા છે. જ્યારે તમે ધ્યાનથી જોશો તો તમને ડબ્બા પાછળ ત્રિકોણીયા આકારમાં એક નંબર લખેલો જોવા મળશે. તમારે ખરીદતી વખતે આ નંબરને જોવાની અને જાણવાની રહેશે. . જો તમારી પ્લાસ્ટિક બોટલની પાછળ #1 નંબર લખેલો હોય તો તેનો અર્થ થાય છેકે તમે આ કન્ટેનરને ફક્ત એક જ વખત ઉપયોગમાં લઈ શકશો. 


બીજી બાજુ જો તમે વારંવાર ઉપયોગ થઈ શકે તેવી બોટલ ખરીદવા માંગતા હોવ તો તમે જોઈ લો કે તે બોટલ પાછળ  #2, #4, #5 ની સંખ્યા છે કે નહીં. વાત જાણે એમ છે કે આ નંબરવાળી પ્લાસ્ટિકની બોટલ તમે રિયૂઝ કરી શકો છો. તેને સુરક્ષિત માનવામાં આવે છે. જો પ્લાસ્ટિક બોટલ પર  #3, #6, #7 નંબર લખેલા હોય તો તમારે આ પ્રકારની પ્લાસ્ટિકની વસ્તુઓ વાપરતા બચવું જોઈએ. 


PET કે PETE લખેલું હોય તેનો શું અર્થ?
ઘરમાં વધુ પ્રમાણમાં ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિકની બોટલોમાં આ કોડ મળશે. હકીકતમાં આ સામાન્ય સ્તરની ગુણવત્તાવાળું પ્લાસ્ટિક હોય છે. જેનો ઉપયોગ મોટાભાગે બોટલો અને પ્લાસ્ટિકના ડબ્બાઓમાં થાય છે. કોલ્ડ ડ્રિંકની હોય કે પાણીની બોટલ...એટલે સુધી કે જે પ્લાસ્ટિકના ડબ્બા અને બોટલોમાં ભરીને તમારા ઘરમાં ગ્રોસરીનો સામાન આવે છે, તેમાં પણ આ કોડ જોવા મળે છે. જો કે આ કોડવાળી બોટલ લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં આવે તો સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.