• મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર બનેલા એક કાર્ટુનને વોટ્સએપ પર મૂકવા અંગે શિવસેના કાર્યકર્તાઓએ એક રિટાયર્ડ નૌસેના અધિકારી મદન શર્મા સાથે મારપીટ કરી હતી.

  • રિટાયર્ડ ઓફિસરે કહ્યું, મેં આખી જિંદગી દેશની સેવા કરી છે. આ પ્રકારની સરકારને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી. 


ઝી મીડિયા/બ્યૂરો :શિવસેનાની મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી. જ્યાં એક તરફ શિવસેના (Shivsena) અને એક્ટ્રેસ કંગના રનૌત (Kangna Ranaut) વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યાં બીજી તરફ, શુક્રવારના દિવસે શિવસેના સાથે જોડાયેલ એક કિસ્સામાં ફરી એકવાર પક્ષની છબી ખરડાઈ છે. મહારાષ્ટ્ર (Maharashtra) માં શુક્રવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર બનેલા એક કાર્ટુનને વોટ્સએપ પર મૂકવા અંગે શિવસેના કાર્યકર્તાઓએ એક રિટાયર્ડ નૌસેના અધિકારી મદન શર્મા સાથે મારપીટ કરી હતી. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઘટના વિશે મદન શર્માએ કહ્યું કે, મેસેજ ફોરવર્ડ કર્યા બાદ મને ધમકીભર્યા ફોન આવવા લાગ્યા હતા. તેના બાદ શુક્રવારે 8 થી 10 લોકોએ મારા પર હુમલો કર્યો હતો. મેં આખી જિંદગી દેશની સેવા કરી છે. આ પ્રકારની સરકારને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : મોત પહેલા સાવ કાબૂ ગુમાવી ચૂક્યો હતો સુશાંત, છતાં રિયા બિન્દાસ્ત થઈને લઈ રહી હતી આ Video 


વોટ્સએપ પર શેર કરી હતી ફોટો
શુક્રવારે સાંજે ચાર વાગ્યે અંદાજે 8 થી 10 શિવસૈનિકોએ મળીને એક રિટાયર્ડ નેવી ઓફિસર મદન શર્માની ખરાબ રીતે પીટાઈ કરી હતી. જેઓએ એક વોટ્સએપ ગ્રૂપમાં રાજ્યના મુખ્યમંત્રીને લઈને એક વિવાદિત ફોટો શેર કરી હતી. આ વાત શિવસૈનિકોને ગમી ન હતી, અને તેઓએ નેવી ઓફિસરને ખરાબ રીતે માર માર્યો હતો. આ હુમલામાં નેવી ઓફિસરને ગંભીર ઈજા પહોંચી હતી. જેઓની સારવાર હાલ મુંબઈની પ્રાઈવેટ હોસ્પિટલમાં ચાલી રહી છે. 


રાજકીય માહોલ ગરમાયો 
મોડી સાંજે સમગ્ર મામલામાં રાજકીય માહોલ ગરમાયો હતો. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) સહિત બીજેપીના અનેક નેતાઓએ સમગ્ર મામલામાં વિરોધ વ્યક્ત કર્યો હતો. તો અભિનેત્રી કંગના રનૌતે આ મામલે પણ પોતાની પ્રતિક્રીયા આપી હતી. કંગનાએ કહ્યું કે, મહારાષ્ટ્રમાં સરકારનો આતંક અને અત્યાચાર દિવસેને દિવસે વધી રહ્યો છે. 


આ પણ વાંચો : જીવલેણ કોરોનાની ભયાનકતાનો વધુ એક પુરાવો, સિગરેટ અને ફેફસાને નુકસાન વિશે કરાયો મોટો દાવો


શિવસૈનિકોની ધરપકડ 
મામલાને લઈને રિટાયર્ડ નેવી ઓફિસર શર્માએ સમતા નગર પોલીસ સ્ટેશનમાં 6 લોકોની સામે ફરિયાદ નોંધાવી છે. જેના બાદ કાર્યવાહી કરીને મોડી રાત સુધી સમતા નગર પોલીસે તમામ 6 લોકોની ધરપકડ કરી હતી. 


આરોપીઓના નામ


  • કમલેશ ચંદ્રકાંત કદમ, ઉંમર 39 વર્ષ

  • સમજય શાંતારામ માંજરે, ઉંમર 52 વર્ષ

  • રાકેશ રાજારામી વેળણેકર, ઉંમર 31 વર્ષ

  • પ્રતાપ મોતીરામજી સુંદ વેરા, ઉંમર 45 વર્ષ

  • સુનિલ વિષ્ણુ દેસાઈ, ઉંમર 42 વર્ષ

  • રાકેશ કૃષ્ણા મુળી, ઉંમર 35 વર્ષ