સુકમા: છત્તીસગઢના સુકમા જિલ્લા (Sukma Naxali attack) માં સર્ચિંગ પર નીકળેલા જવાનો પર નક્સલીઓએ IED વિસ્ફોટ કર્યો. જેમાં CRPFના કોબરા 206 બટાલિયનના 10 જવાનો ઘાયલ થયા હતા. આ હુમલામાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ નીતિન ભાલેરાવ સારવાર દરમિયાન શહીદ થયા. 7 ઘાયલ જવાનોને રાયપુરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે 2 જવાનોની સારવાર ચિંતસનાક કેમ્પમાં જ ચાલી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગરુડ અને પેરા કમાન્ડો બાદ સરહદે તાબડતોબ MARCOS કમાન્ડો કરાયા તૈનાત, જાણો કારણ


બસ્તરના આઈજી સુંદરરાજ પીએ ખબરની પુષ્ટિ કરતા કહ્યું કે બ્લાસ્ટ બુર્કાપાલ કેમ્પથી 6 કિલોમીટરના અંતરે થયો. નક્સલીઓની હાજરીની સૂચના મળતા ઓપરેશન શરૂ કરી દેવાયું હતું. જવાનો મોડી સાંજે જ્યારે તાડમેટલા ગામની નજક જંગલમાં હતા ત્યારે નક્સલીઓએ બારૂદી સુરંગમાં વિસ્ફોટ કર્યો. આ ઘટનામાં 10 જવાનો ઘાયલ થયા હતા. 


PM મોદીએ 'Covaxin' અને 'Covishield'ના ડેવલપમેન્ટની કરી સમીક્ષા


અત્રે જણાવવાનું કે આ હુમલો ગઈ કાલે મોડી સાંજે થયો હતો. બ્લાસ્ટ બાદ સીઆરપીએફનું ઓપરેશન વિસ્તારમાં ચાલુ છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube