ગિરિડીહ: ઝારખંડના ગિરિડીહ નજીગ નક્સલીઓ બુધવારે મોડી રાતે બોમ્બ વિસ્ફોટ કરીને રેલવે ટ્રેક ઉડાવી મૂક્યો. નક્સલીઓએ હાવડાથી ગયા-ધનબાદ થઈને નવી દિલ્હી જનારા રેલવે રૂટને નિશાન બનાવ્યો. જેના કારણે ટ્રેનોની અવરજવર પર અસર થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાવડા-દિલ્હી રેલવે રૂટ ખોરવાયો
ઘટનાની સૂચના મળ્યા બાદ હાવડા-ગયા- દિલ્હી રેલવે માર્ગ (Howrah-Gaya-Delhi Rail Route) પર ટ્રેનોની અવરજવર રોકવામાં આવી છે. ત્યારબાદ ગંગા દામોદર, લોકમાન્ય તિલક એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનો વિભિન્ન સ્ટેશનો પર અટકી છે. જ્યારે કેટલીક ટ્રેનોના રૂટ બદલીને પરિવર્તિત માર્ગથી દોડાવવામાં આવી રહી છે. 


રેલવે ટ્રેકને ઠીક કરવાનું કામ ચાલુ છે
કહેવાય છે કે રાતે લગભગ 12.15 વાગે નક્સલીઓની ટુકડી આ વિસ્તારમાં પહોંચી અને ગ્રાન્ડ કાર્ડ રેલવે માર્ગના ચીચાકી અને ચૌધરી બંધ રેલવે સ્ટેશન વચ્ચે રેલવે ટ્રેકને વિસ્ફોટ કરી ઉડાવી દીધો. ઘટનાની સૂચના મળ્યા બાદ ગિરિડીહ પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ જ્યારે આજુબાજુના વિસ્તારોમાં પોલીસ અને સીઆરપીએફ દ્વારા સર્ચ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. જ્યારે સ્થિતિને સતત સામાન્ય કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને રેલવે ટ્રેકને ઠીક કરવાનું કામ ચાલુ છે. 


પ્રશાંત શીલાના છૂટકારા માટે નક્સલી બંધ
નક્સલીઓએ આજે એક દિવસના બિહાર અને ઝારખંડ બંધની જાહેરાત કરી છે તથા નક્સલી સંગઠન ભાકપા માઓવાદીના ટોપ લીડર પ્રશાંત બોસ અને તેની પત્ની શીલાના છૂટકારાની માગણી કરી રહ્યા છે. બંનેની ધરપકડ બાદથી જ નક્સલી સંગઠન ગુસ્સામાં છે અને અત્યાર સુધી બે વાર  બંધ બોલાવી ચૂક્યા છે. 


બ્લાસ્ટ બાદ રદ કરાઈ ટ્રેન
નક્સલીઓ દ્વારા રેલવે ટ્રેક ઉડાવ્યા બાદ ધનબાદ-ડેહરી આન સોન એક્સપ્રેસ(13305) ને રદ કરી દેવામાં આવી છે અને આ ટ્રેન આજે પણ દોડશે નહીં. 


અલગ અલગ સ્ટેશનો પર ટ્રેનો રોકવામાં આવી
ઘટના બાદ ધનબાદ-પટણા એક્સપ્રેસ (13329) ટ્રેનને ચૌધરી બંધ સ્ટેશન પર રાતે 12.35 વાગે રોકી દેવાઈ. જ્યારે હટિયા-ઈસલામપુર એક્સપ્રેસ (18624) ને પારસનાથમાં 12.37 વાગ્યાથી રોકવામાં આવી. રાંચી-લોકમાન્ય તિલક ટર્મિનસ એક્સપ્રેસ(18609) ટ્રેનને પણ પારસનાથમાં 12.55 વાગ્યાથી રોકવામાં આવી. 


આ ટ્રેનોના બદલાયા રૂટ



દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube