હરિયાણાના આગામી મુખ્યમંત્રી કોણ હશે અને ક્યારે મુખ્યમંત્રી પદના શપથ લેશે તે સામે આવી ગયું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ નાયબ સિંહ સૈની હરિયાણાના આગામી મુખ્યમંત્રી હશે. તેઓ 17 ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી પદના શપથ લેશે. શપથ સમારોહમાં પીએમ મોદી સહિત ભાજપના તમામ મોટા પદાધિકારીઓ હાજર રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ શપથગ્રહણ સમારોહમાં સામેલ થશે. સૈનીનો શપથગ્રહણ સમારોહ પંચકૂલામાં યોજાશે. શપથ ગ્રહણ માટે સવારે 10 વાગ્યાનો સમય નિર્ધારિત કરાયો છે. હરિયાણાના નવા મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીના શપથ ગ્રહણ સમારોહ માટે જિલ્લા સ્તરની સમિતિઓ તૈયારીઓમાં લાગી છે. માર્ચમાં પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરના રાજીનામા બાદ સૈનીએ કાર્યભાર સંભાળ્યો હતો. 



સૈનીના ઓબીસી સમુદાયના હોવાના નાતે ભાજપે રાજ્યમાં સમાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો. જે સાચો પણ ઠર્યો. આ સપ્તાહે સૈનીએ દિલ્હીમાં પીએમ મોદી અને અન્ય ભાજપના ટોચના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત તેમણે કેન્દ્રીય મંત્રી અને હરિયાણા ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન સાથે પણ મુલાકાત કરી હતી. 


અત્રે જણાવવાનું કે આ વખતે હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપે એન્ટી ઈન્કબન્સીનો પડકાર ઝેલીને પણ 48 સીટો જીતી. ચૂંટણી પૂર્વેના એક્ઝિટ પોલ્સને ખોટા પાડી ભાજપે હરિયાણામાં બાજી મારી.. કોંગ્રેસની હારની સાથે જનનાયક જનતા પાર્ટી (જેજેપી), અને આમ આદમી પાર્ટી પણ નબળા પડ્યા. ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD) ફક્ત બે સીટ પર સમેટાઈ ગઈ.