શ્રીનગર : ફારુખ અબદુલ્લાની પાર્ટી નેશનલ કોન્ફરન્સના નેતાએ આતંકવાદીઓની હત્યા પછી વિવાદિત નિવેદન આપ્યું છે. બશીર અહમદ વીરી નામના નેતા આતંકીઓને શહીદ ગણાવ્યા છે. ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીતમાં આતંકીઓની હત્યા સાથે જોડાયેલા સવાલનો જવાબ આપતા બશીર અહમદ વીરીએ જણાવ્યું છે કે તમામ કાશ્મીર માટે પોતાનો જીવ આપી રહ્યા છે અને કાશ્મીર માટે જે પણ જીવ આપશે એ શહીદ ગણાશે. બશીર અહમદ વીરીએ જણાવ્યું છે કે, 'કાશ્મીર મામલામાં જેટલા લોકોનું લોહી વહ્યું છે એ બધા શહીદ છે. આખરે કોઈ તો કારણ છે જેના કારણે ખીણના યુવક પોતાનું ધગધગતું લોહી વહાવી રહ્યા છે.'


નેશનલ કોન્ફરન્સના દક્ષિણ કાશ્મીર ઝોના અધ્યક્ષ બશીર અહમદ વીરી નિવેદન આપ્યું છે કે, 'અહીં આટલા લોકો મરે છે તો એ બધા શું પોતાના ઘર માટે લડી રહ્યા છે. કોઈ તો મામલો જેના કારણે લોકો જીવ આપી રહ્યા છે. કાશ્મીર મામલામાં જેટલા લોકો લડી રહ્યા છે એ તમામ શહીદ છે. અમે તો પહેલાંથી જ કહી રહ્યા છીએ કે 1953માં જ્યારે લોકતાંત્રિક રીતે ચૂંટાયેલા પ્રધાનમંત્રીની ધરપકડ કરવામાં આવી અને પછી જેટલા લોકો મર્યા એ તમામ શહીદ છે. હાલમાં જે પાંચ લોકો મૃત્યુ પામ્યા છે એ પણ શહીદ છે, તમામ શહીદ છે.'


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...