International Drugs Syndicate: દિલ્હીના શાહીન બાગમાં એનસીબીની મોટી કાર્યવાહી, 50 કિલો હેરોઇન અને 30 લાખ રોકડા જપ્ત
Drugs Syndicate Exposed: નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ આપેલી માહિતી પ્રમાણે આ હેરોઇન અફઘાનિસ્તાનથી આવ્યું હતું, તો રોકડ હવાલા દ્વારા લાવવામાં આવી હતી.
નવી દિલ્હીઃ એન્ટી ડ્રગ્સ એજન્સી એનસીબીની દિલ્હી યુનિટે શાહીન બાગમાં મોટી કાર્યવાહી કરતા 50 કિલો હેરોઇન અને 47 કિલો શંકાસ્પદ નાર્કો જપ્ત કર્યું છે. આ દરમિયાન 30 લાખ રોકડા અને નોટ ગણવાનું મશીન પણ એક ઘરમાંથી મળી આવ્યું છે. શાહીન બાગમાંથી આ ડ્રગ્સ મળી આવ્યું છે. ડ્રગ્સને ટ્રાવેલ બેગમાં છુપાવવામાં આવ્યું હતું. એનસીબીના ડીડીજી સંજય સિંહે કહ્યુ કે શાહીન બાગ સ્થિત આવાસીય પરિસરથી બુધવારે ડ્રગ્સ મળી આવ્યું છે.
એનસીબી પ્રમાણે અફઘાનિસ્તાનથી હેરોઇન આવ્યું હતું, તો રોકડ રકમને હવાલા દ્વારા લાવવામાં આવી હતી. ડ્રગ્સ સમુદ્ર માર્ગ અને બોર્ડરના માર્ગે લાવવામાં આવ્યું હતું. ફ્લિપકાર્ટના પેકિંગમાં હેરોઈનને પેક કરી લાવવામાં આવતું હતું.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube