Shahrukh Khan ના ડ્રાઇવરને NCB એ મોકલ્યું સમન્સ, ડ્રગ્સ કેસમાં થઇ રહી છે પૂછપરછ
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) એ ડ્રગ્સ કેસની તપાસ ઝડપી કરી દીધી છે. દરરોજ આ મામલે નવા નવા લોકોના નામ સામે આવી રહ્યા છે, અને તેમને પૂછપરછ માટે એનસીબી ઓફિસ બોલાવવામાં આવી રહ્યા છે.
મુંબઇ: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) એ ડ્રગ્સ કેસની તપાસ ઝડપી કરી દીધી છે. દરરોજ આ મામલે નવા નવા લોકોના નામ સામે આવી રહ્યા છે, અને તેમને પૂછપરછ માટે એનસીબી ઓફિસ બોલાવવામાં આવી રહ્યા છે. શનિવારે પણ એજન્સીને બોલીવુડ એક્ટર શાહરૂખ ખાન (Shahrukh Khan) ના ડ્રાઇવરને સમન્સ જાહેર કર્યું છે અને તેમને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. અત્યારે તેમની સાથે એનસીબી ઓફિસમાં પૂછપરછ કરવામાં આવી રહી છે.
પહેલાં શ્રેયસએ કરી હતી ધરપકડ
આ પહેલાં એનસીબીએ આર્યન ખાનના નજીકના મિત્ર શ્રેયસ નાયર (Shreyas Nair) ને પૂછપરછ બાદ ધરપકડ કરી લીધી હતી. આર્યન ખાન, અરબાઝ મર્ચેંટ અને શ્રેયસ નાયર, ત્રણેય સ્કૂલના મિત્ર છે અને ત્રણેય મુંબઇની ધીરૂભાઇ ઇન્ટરનેશનલ સ્કૂલમાં એકસાથે ભણતા હતા. શ્રેયસના નામનો ખુલાસો આર્યનની વોટ્સઅપ ચેટ વડે થયો હતો. એનસીબીના અનુસાર, શ્રેયસ પણ તે રાત્રે ડ્રગ્સ પાર્ટીમાં સામેલ થવાનો હતો પરંત કોઇ કારણસર તે આવી શક્યો ન હતો.
NCBનું પંચનામું: Aryan Khan ખાને કર્યું હતું ચરસનું સેવન, અરબાઝે તેના શૂઝમાંથી કાઢ્યું હતું પેકેટ
આર્થર જેલમાં બંધ છે આર્યન ખાન
ડ્રગ્સ કેસમાં ધરપકડ કરાયેલા એક્ટર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી શુક્રવારે નકારી કાઢવામાં આવી હતી. આર્યનની સાથે જ તેમના પરિવારજનોએ પણ તેને બેલ બોન્ડ પર મુક્ત કરવામાં આવશે પરંતુ એવું થઇ શક્યું નથી. તેની જામીન અરજી જજએ નકારી કાઢી, ત્યારબાદ એનસીબી આર્યન સહિત તમામ 8 આરોપીઓને મુંબઇની આર્થર જેલમાં લઇ ગઇ.
Jail માં કેવી રીતે આર્યન વિતાવશે દિવસો? સવારે વહેલા ઉઠવાથી માંડીને કરશે આ કામ
બેરેકમાં બંધ કરવામાં આવેલા આર્યન ખાન
સહયોગી વેબસાઇટ DNA ના અનુસાર આર્યન ખાન સહિત પકડાયેલા તમામ 8 આરોપીઓને જેલમાં વિચારધીન કેદીઓવાળી બેરેકમાં રાખવામાં આવ્યા છે. એસી બેરેકમાં રાખવામાં આવેલા કેદીઓને ઘરેથી કપડાં પહેરવાની છૂટ હોય છે. જો આ ઉપરાંત તેમને કોઇ છૂટછાટ મળતી નથી. કોર્ટે જેલ વહીવટીતંત્રને ખાસ તાકીદ કરી છે કે આર્યન ખાન (Aryan Khan) અને તેમના સાથીઓને કોઇપણ ભોગે બહારનું ભોજન આપવામાં ન આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube