NCBનું પંચનામું: Aryan Khan ખાને કર્યું હતું ચરસનું સેવન, અરબાઝે તેના શૂઝમાંથી કાઢ્યું હતું પેકેટ

NCB ના જણાવ્યા અનુસાર આર્યન ખાને (Aryan Khan) NCB અધિકારીઓ સામે સ્વીકાર કર્યો છે કે, તે ડ્રગ્સનું સેવન કરે છે અને તેનો મિત્ર અરબાઝ મર્ચન્ટે (Arbaaz Merchant) તેના શૂઝમાં 6 ગ્રામ ચરસ સંતાડી લક્ઝરી ક્રૂઝ પર જઈ રહ્યો હતો. 

NCBનું પંચનામું: Aryan Khan ખાને કર્યું હતું ચરસનું સેવન, અરબાઝે તેના શૂઝમાંથી કાઢ્યું હતું પેકેટ

મુંબઇ: NCB ના જણાવ્યા અનુસાર આર્યન ખાને (Aryan Khan) NCB અધિકારીઓ સામે સ્વીકાર કર્યો છે કે, તે ડ્રગ્સનું સેવન કરે છે અને તેનો મિત્ર અરબાઝ મર્ચન્ટે (Arbaaz Merchant) તેના શૂઝમાં 6 ગ્રામ ચરસ સંતાડી લક્ઝરી ક્રૂઝ પર જઈ રહ્યો હતો, જેથી તે દરિયામાં ક્રૂઝ પર ધમાકેદાર પાર્ટી કરી શકે.

મુંબઇના દરિયામાં 2 ઓક્ટોબરના જે રાત્રે લક્ઝરી ક્રૂઝ પર એનસીબીએ દરોડા પાડ્યા હતા, તે અંગે મહત્વની જાણકારી સામે આવી છે. જ્યારે ક્રૂઝમાં અનસીબીના અધિકારીઓએ અરબાઝ મર્ચન્ટથી પૂછપરછ કરી કે શું તારી પાસે ડ્રગ્સ (Drug Case) છે, તો તેણે જણાવ્યું હતું કે, કે તેણે તેના શૂઝમાં ડ્રગ્સ (Drug Case) સંતાડી રાખ્યું હતું. NCB ના સવાલ કરવા પર અરબાઝ મર્ચન્ટે (Arbaaz Merchant) જાતે તેના શૂઝમાંથી એક ZIP Lock પાઉચ કાઢ્યું જેમાં ડ્રગ્સ હતું.

અરબાઝે (Arbaaz Merchant) સ્વીકાર કર્યો કે તે આર્યન ખાન સાથે ડ્રગ્સનું સેવન કરે છે, અને તે ક્રૂઝ પર ધમાલ મચાવવા માટે જઈ રહ્યા હતા. જ્યારે NCB અધિકારીઓએ આર્યન ખાનથી પૂછપરછ કરી તો તેણે પણ સ્વીકાર કર્યો કે તે ડ્રગ્સ (Drug Case) નું સેવન કરે છે અને તે ચરસ ક્રૂઝની યાત્રા પર સ્મોકિંગ માટે લઈ ગયા હતા.

શું છે પંચનામું?
તમને જણાવી દઇએ કે તે પ્રક્રિયા છે જેના દ્વારા તપાસ એજન્સી ક્રાઇમ સીન પરથી પ્રારંભિક રેકોર્ડ અને પુરાવાનો સંગ્રહ કરે છે. આ દરમિયાન પોલીસ અથવા તપાસ એજન્સી સાક્ષીઓના નિવેદનને રેકોર્ડ કરે છે. પંચનામા તૈયાર કરવા દરમિયાન પોલીસ કેટલાક નાગરિકોને લઇને જાય છે, જેથી તે તપાસ એજન્સીની કાર્યવાહીના પ્રત્યક્ષદર્શી સાક્ષી બની શકે. 

NCB ના પંચનામામાં બે પંચોનો ઉલ્લેખ છે. કિરણ ગોસાવી અને પ્રભાકર રોઘોજી સેન. આ પંચનામાના પાના નંબર 6 માં આર્યન ખાન અને અરબાઝ મર્ચેંન્ટનો ઉલ્લેખ છે. 

પંચનામા અનુસાર પહેલાં NCB ના ઓફિસર આશીષ રંજન પ્રસાદ દ્વારા પૂછવામાં આવતાં આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટએ પોતાના નામ જણાવ્યા હતા. પછી NCB અધિકારીએ પૂછપરછનું કારણ તેમને જણાવ્યું હતું. 

ત્યારબાદ આશીષ રંજન પ્રસાદે બંનેને  NDPS એક્ટ 1985 ની કલમ 50 ની જોગવાઇ બંને યુવકોને સમજાવે. NCB એ આર્યન અને અરબાઝને એ પણ વિકલ્પ આપવામાં આવ્યો કે જો ઇચ્છે છે કે તેમની તપાસ ગેજેટેડ અધિકારી અથવા પછી મેજિસ્ટ્રેટની સામે થાય એમ પણ થઇ શકે છે. પરંતુ બંનેએ આ અનુરોધનો અસ્વિકાર કરી દીધો. 

આ બાદ તપાસની પ્રક્રિયા શરૂ થઇ. પંચનામા અનુસાર તપાસ અધિકારીએ તે બંને સાથે પૂછપરછ કરી કે શું તેમની પાસે કોઇપણ પ્રકારનું નાર્કોટિક્સ ડ્રગ્સ છે? આ પ્રશ્નના જવાબમાં બંનેએ પોતાની પાસે પ્રતિબંધિત ડ્રગ્સ હોવાની વાત સ્વિકારી. 

NCB નું પંચનામું કહે છે કે અરબાઝ મરર્ચેન્ટએ NCB અધિકારીઓએ કહ્યું કે તેમના જૂતામાં ડ્રગ્સ છે. ત્યારબાદ અરબાઝએ પોતાના જૂતામાં રાખેલા એક ઝીપ લોક પાઉચને સ્વેચ્છાએ નિકળ્યું. આ ઝીપ લોકની અંદર કાળા રંગનો ચિકણો પદાર્થ હતો. ડીડી કિટથી તેમની તપાસ કરવામાં આવી તો પુષ્ટિ થઇ કે આ પદાર્થ ચરસ છે. પંચનામા અનુસાર અરબાઝએ સ્વિકાર કર્યો કે તે આર્યન શાહરૂખ ખાનની સાથે સેવન કરે છે અને તે અહીં ધમાલ મચાવવા માટે જઇ રહ્યો હતો.   

પંચનામામાં લખવામાં આવ્યું કે ત્યારબાદ જ્યારે આર્યન ખાન સાથે પૂછપરછ કરવામાં આવી તો તેને પણ સ્વિકાર કર્યો કે તે પણ ચરસનું સેવન કરે છે અને આ ચરસ ક્રૂઝ પર સફર દરમિયાન સ્મોકિંગ માટે હતી. આ ચરસનું વજન 6 ગ્રામ હતું. ત્યાબાદ ઝીપલોક પાઉચને સીલ કરી દેવામાં આવી અને તેને લીલા રંગના પડીકામાં રાખીને સીલ કરી દેવામાં આવ્યું છે. તેના પર NCB સીલ નંબર 3 લખવામાં આવ્યું છે. પંચનામા અનુસાર વિક્રાંત કોચ્ચર અને ઇસમીત સિંહ પ્રસ્થાન દ્વાર પાસે 4.30 વાગે પહોંચ્યા હતા. તેમણે પણ સ્વિકાર કર્યો હતો કે તે પ્રતિબંધિત સામગ્રી લઇ જઇ રહ્યા છે. ત્યારબાદ આર્યન અને અરબાઝની એન્ટ્રી થઇ હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news