નવી દિલ્હી: NCMCએ આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, અને પુડુચેરીના કાંઠા વિસ્તારોમાં ગંભીર ચક્રવાત નિવારની સ્થિતિની સમીક્ષા કરી અને રાજ્યોને જલદી શક્ય દરેક મદદનું આશ્વાસન આપ્યું. એક અધિકૃત પ્રવક્તાએ કહ્યું કે કેબિનેટ સચિવ રાજીવ ગાબાની અધ્યક્ષતાવાળી રાષ્ટ્રીય સંકટ પ્રબંધન સમિતિ (NCMC) પણ તમામ સંબંધિત કામોને ચાલુ રાખવાના નિર્દેશ આપ્યા છે. NCMCએ આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને પુડુચેરીના મુખ્ય સચિવો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજી નિવારની સ્થિતિની સમીક્ષા કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણ રાજ્યોમાં એનડીઆરએફની 30 ટીમો તૈનાત
ત્રણ રાજ્યોના મુખ્ય સચિવો, ભારત હવામાન વિભાગના ડાઈરેક્ટર્સ અને NDRFએ NCMCને તેમની તૈયારીઓ અંગે જાણકારી આપી અને ઉલ્લેખ કર્યો કે અધિકારી કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે સંપૂર્ણ તૈયાર છે. NDRFના પ્રમુખે કહ્યું કે અત્યાર સુધીમાં NDRFની 30 ટીમોને ત્રણ રાજ્યોમાં તૈનાત કરાઈ છે. જ્યારે તત્કાળ તૈનાતી માટે 20 વધુ ટીમોને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. અત્રે જણાવવાનું કે NDRFની એક ટીમમાં 40 કર્મી હોય છે. 


Congress ના દિગ્ગજ નેતા Ahmed Patel નું નિધન, એક મહિના પહેલા થયો હતો કોરોના


15 જિલ્લા તોફાનની ઝપેટમાં આવે તેવી શક્યતા
NCMCના પ્રવક્તાએ જણાવ્યું કે NCMCને એ પણ સૂચિત કરાયું છે કે ત્રણ રાજ્યોના લગભગ 15 જિલ્લા ચક્રવાતની ઝપેટમાં આવે તેવી આશંકા છે અને સમુદ્ર કાંઠે રહેતા હજારો લોકોને આશ્રય ગૃહોમાં ખસેડાયા છે. કેબિેનેટ સચિવે મુખ્ય સચિવો સાથે તમામ જરૂરી મદદનું આશ્વાસન આપ્યું અને કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લાએ જણાવ્યું કે રાષ્ટ્રીય આપદા રાહત કોષમાંથી જરૂરી નાણાકીય સહાયતા બુધવારે આપવામાં આવશે. 


શું કરવું અને શું નહીં
કેબનેટ સચિવે કાઠા વિસ્તારોમાં રહેતા લોકોને તોફાન દરમિયાન શું કરવું અને શું નહીં તે જાણકારી આપવા કહ્યું છે. તેમણે લોકોને શાંત રહેવા, અફવાઓ પર ધ્યાન ન આપવા, મોબાઈલ ફોન ચાર્જ રાખવા, રેડિયો સાંભળવા, ક્ષતિગ્રસ્ત ઈમારતોમાં ન પ્રવેશવા જણાવ્યું છે. આ સાથે જ તેમણે કહ્યું કે જો તમારું હાલનું ઘર સુરક્ષિત ન હોય તો ઘરમાં વીજળીનું કનેક્શન બંધ કરી દો અને ઘર છોડીને સુરક્ષિત ઠેકાણે જતા રહો. 


ભારત માટે આ કોરોના રસી છે મહત્વની!, જાણો તેની ખાસિયતો અને કિંમત 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube