મુંબઇ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) સુપ્રીમો શરદ પવારના કાફલામાં સામેલ પોલીસની એક ગાડીનો મુંબઇ-પૂણે એક્સપ્રેસવે પર અકસ્માત સર્જાયો છે. પિંપરી ચિંચવડના વિસ્તારમાં પોલીસની ગાડી પલટી ખાઇ ગઇ હતી. જેમાં એક પોલીસકર્મી ઘાયલ થયો છે. જોકે તેને કોઇ ગંભીર ઇજા પહોંચી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઇએ કે શરદ પવાર  જે કારમાં બેસ્યા હતા તે સુરક્ષિત છે. આ અકસ્માત સવારે લગભગ 11 વાગે પૂણેથી મુંબઇ વચ્ચે અમૃતાજન પુલ સાથે થયો હતો. આ અકસ્માતમાં કોઇ ગંભીર રીતે ઘાયલ થયા છે. ફક્ત એક પોલીસકર્મીને સામાન્ય ઇજા પહોંચી છે.


અત્રે ઉલ્લેખનીય છે કે રોડ અકસ્માત વખતે શરદ પવારની કાર સામેની તરફ હતી એટલા માટે તેમની કાર હિટ થતાં બચી ગઇ. પોલીસે દુર્ઘટનાગ્રસ્ત વાહને અલગ કરીને શરદ પવાર માટે કાફલાને મુંબઇની તરફ રવાના કરી દીધા છે. 


પૂણેની ગ્રામીણ ક્ષેત્રની પોલીસે જાણકારી આપી છે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાઋટીના પ્રમુખ શરદ પવારના કાફલાનું એક વાહન મુંબઇ-પૂણે એક્સપ્રેવે પર પલટી ગયો હતો. પવારનું વાહન સુરક્ષિત પસાર થઇ ગયું છે. જે કાર પલટી ગઇ હતી તેના ડ્રાઇવરને સામાન્ય ઇજા પહોંચી હતી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube