શરદ પવારને એમજ માહેર રાજકારણ નથી કહેવાતા... એ બોલે એવું તો ક્યારેય નથી કરતા. હાલમાં શરદ પવારે NCPમાં બે નવા કાર્યકારી પ્રમુખોની નિમણૂક કરી છે. સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલ પાર્ટીના નવા કાર્યકારી પ્રમુખ હશે. મરાઠા નેતાએ માત્ર એક ચાલથી તેમના ભત્રીજા અજિત પવારને ચોંકાવી દીધા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NCP ચીફ શરદ પવારે પોતાના ભત્રીજા અજિત પવારને એક જ ઝાટકે હરાવ્યા છે. મરાઠા છત્રપે પાર્ટી સંગઠનમાં મોટા ફેરફારો કર્યા છે. પવારે તેમની પુત્રી સુપ્રિયા સુલે અને પાર્ટીના નેતા પ્રફુલ પટેલને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. પાર્ટી દ્વારા સુલેને પંજાબ અને હરિયાણાની જવાબદારી પણ સોંપવામાં આવી છે. આ સાથે જ પ્રફુલ પટેલને મધ્યપ્રદેશ અને ગુજરાત સહિત 5 રાજ્યોના પ્રભારી પણ બનાવવામાં આવ્યા છે. શરદ પવારે થોડા સમય પહેલા પાર્ટી અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જોકે, પાર્ટીના નેતાઓના દબાણમાં તેમણે રાજીનામું પાછું ખેંચી લીધું હતું.


કોને કઈ જવાબદારી મળી
પોતાના નિર્ણયની જાહેરાત કરતા શરદ પવારે કહ્યું કે અમે પ્રફુલ પટેલના ખભા પર કાર્યકારી અધ્યક્ષની જવાબદારી આપી રહ્યા છીએ. આ સાથે તેમને મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, ઝારખંડ, ગોવાની જવાબદારી આપવામાં આવી રહી છે. પટેલ પાર્ટીની રાજ્યસભાનું કામકાજ પણ જોશે. પવારે કહ્યું કે બીજી જવાબદારી સાંસદ સુપ્રિયા સુલેને આપવામાં આવી રહી છે. તેમને કાર્યકારી પ્રમુખ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. તેમની પાસે હરિયાણા, પંજાબ, યુપી અને લોકસભાના સંકલનનું કામ હશે.


કેવી રીતે પૂરું થશે વિદેશમાં ભણવાનું સપનું? આ રીતે કરો પ્લાનિંગ તો નહીં રહે ટેન્શન


કેનેડા જઈને કઈ રીતે ફસાયા ભારતીય વિદ્યાર્થીઓ? જાણો કોણે અને કઈ રીતે કર્યું આ ફ્રોડ


NPPA એ ડાયાબિટિસ, હાઈ બીપી સહિત 23 દવાઓની રિટેલ કિંમત નક્કી કરી, જાણો શું છે ભાવ?


પાર્ટીની રણનીતિ સ્પષ્ટ છે
શરદ પવાર રાજકારણના અનુભવી ખેલાડી છે. તે દરેક પગલું ખૂબ જ કાળજીપૂર્વક લે છે. પવાર આવતા વર્ષે થનારી લોકસભા ચૂંટણી માટે પાર્ટીમાં ટિકિટની વહેંચણીને પહેલાં જ સાફ કરી ચૂક્યા છે. પવારે આ મહિનાની શરૂઆતમાં સ્પષ્ટ કર્યું હતું કે આગામી લોકસભા ચૂંટણી માટે ટિકિટ વિતરણ દરમિયાન ઉમેદવારોની પસંદગી "જીતવાની ક્ષમતા"ના આધારે કરવામાં આવશે. પવારે આ મહિને પાર્ટીની સમીક્ષા બેઠક પણ યોજી હતી. બેઠકમાં પવારે પક્ષના કાર્યકરોને ઠપકો આપ્યો અને કહ્યું કે જો એકમમાં અંદરોઅંદર ઝઘડો ચાલુ રહેશે તો તેઓ પગલાં લેશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube