મુંબઈ: મહારાષ્ટ્રમાં કોંગ્રેસ અને એનસીપી નવી સરકારને લઈને પોતાના પત્તા ખોલી રહ્યાં નથી. એનસીપીએ કહ્યું કે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઈને કોઈ પણ નિર્ણય તે કોંગ્રેસ પાર્ટીના નિર્ણય બાદ જ લેશે. અત્રે જણાવવાનું કે એનસીપીના સમર્થનથી જ શિવસેના સરકાર બનાવશે તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. એનસીપીની કોર ગ્રુપની બેઠક બાદ નવાબ મલિકે કહ્યું કે અમે કોંગ્રેસની રાહ જોઈ રહ્યાં છીએ. અમે મળીને ચૂંટણી લડી હતી. આથી જે પણ કઈં નિર્ણય લેવાશે તે અમે મળીને લઈશું. મલિકે કહ્યું કે કોંગ્રેસ ધારાસભ્ય શિવસેનાના નેતૃત્વમાં બનનારી સરકારને સમર્થન આપવા માટે તૈયાર છે. પરંતુ કોંગ્રેસ વર્કિંગ કમિટી જ કોંગ્રેસમાં નિર્ણય લેતી હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રના રાજકારણમાં 'કટપ્પા' અને 'બાહુબલી'ની એન્ટ્રી, શિવસેનાના જૂના નિવેદનો વાઈરલ


અત્રે જણાવવાનું કે પ્રમુખ શરદ પવારે સોમવારે સવારે પાર્ટીની કોર ગ્રુપની બેઠક બોલાવી હતી. જેમાં શિવસેનાને સમર્થન આપવા અંગે ચર્ચા થઈ. બીજી બાજુ દિલ્હીમાં કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીના ઘરે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક થઈ. બેઠકમાં મહારાષ્ટ્રના  રાજકીય હાલાતો પર ચર્ચા થઈ હતી. 


કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ કહ્યું, 'વહેલી ચૂંટણી માટે તૈયાર રહો, મહારાષ્ટ્રમાં 2020માં યોજાશે ચૂંટણી'


BMCમાં શિવસેનાને આપેલો ટેકો ભાજપ પાછો ખેંચી શકે છે-સૂત્ર
સૂત્રના જણાવ્યાં મુજબ જો શિવસેના મહારાષ્ટ્રમાં NCP સાથે મળીને સરકાર બનાવશે તો ભાજપ BMCમાં શિવસેનાને આપેલો ટેકો પાછો ખેંચી શકે છે. 


મહારાષ્ટ્રના પળેપળના અપડેટ માટે કરો ક્લિક...


શિવસેનાએ કહ્યું-ભાજપને વિપક્ષમાં બેસવું મંજૂર પણ વચન નિભાવવું નથી.
શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે ભાજપને વિપક્ષમાં બેસવું મંજૂર છે પરંતુ વચન નિભાવવું મંજૂર નથી. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના હાલાત માટે અમે જવાબદાર નથી. ભાજપે રાજ્યની જનતાનું અપમાન કર્યું છે. આ બાજુ  એનસીપી ચીફ શરદ પવાર અને શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર વાત થઈ છે. બંને નેતાઓએ મહારાષ્ટ્રમાં નવી સરકારની રચના પર વાત કરી એવું સૂત્રનું કહેવું છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...