મહારાષ્ટ્રના રાજકારણમાં 'કટપ્પા' અને 'બાહુબલી'ની એન્ટ્રી, શિવસેનાના જૂના નિવેદનો વાઈરલ

ભારતીય જનતા પાર્ટી (BJP)નો સાથ છોડીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)નો ટેકો લેનારી શિવસેનાએ એનડીએ સાથે છેડો ફાડ્યા બાદ સોશિયલ મીડિયા પર શિવસેનાની ખુબ ટીકા થઈ રહી છે. 

મહારાષ્ટ્રના રાજકારણમાં 'કટપ્પા' અને 'બાહુબલી'ની એન્ટ્રી, શિવસેનાના જૂના નિવેદનો વાઈરલ

મુંબઈ: ભારતીય જનતા પાર્ટી (BJP)નો સાથ છોડીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)નો ટેકો લેનારી શિવસેનાએ એનડીએ સાથે છેડો ફાડ્યા બાદ સોશિયલ મીડિયા પર શિવસેનાની ખુબ ટીકા થઈ રહી છે. ટ્વીટર, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા સાઈટ્સ પર ભાજપ સમર્થકોએ શિવસેના વિરુદ્ધ અનેક પોસ્ટ કરી છે જેમાંથી કેટલાક મીમ અને પોસ્ટર્સ સામેલ છે. 

આવી જ એક તસવીરમાં 'બાહુબલી' ફિલ્મના એક દ્રશ્યનો ઉપયોગ કરાયો છે. જેમાં કટપ્પા બાહુબલીની પીઠમાં ખંજર ભોંકી રહ્યો છે. આ તસવીરમાં દેવેન્દ્ર ફડણવીસને બાહુબલી અને ઉદ્ધવ ઠાકરેને કટપ્પા દર્શાવવામાં આવ્યાં છે. 

(તસવીર-સાભાર ટ્વીટર)

એટલું જ નહીં સોશિયલ મીડિયામાં બાળ ઠાકરેનો એક જૂનો વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક ટીવી ઈન્ટરવ્યુંમાં એનસીપી સાથે ગઠબંધન પર પોતાનો પક્ષ રજુ કરતા તેઓ કહે છે કે જો અમે શરદ પવાર અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી તો જનતા ક્યારેય માફ નહીં કરે. 

— Sujay Raj (@Sujay__Raj) November 11, 2019

આ બાજુ ભાજપ અને શિવસેનાની ખેંચતાણ હવે દિલ્હી સુધી પહોંચી છે. મોદી સરકારમાં શિવસેનાના કોટામાંથી મંત્રી બનેલા અરવિંદ સાવતે પોતાના પદ પરથી રાજીનામું આપી દેવાની જાહેરાત કરી છે. 

— Siddhesh Daphane (@DaphaneSiddhesh) November 11, 2019

સાવંતે ભાજપ પર આરોપ લગાવતા લખ્યું કે લોકસભા ચૂંટણી અગાઉ વિધાનસભા ચૂંટણીમાં સીટોની ફાળવણી અને સત્તાના ફોર્મ્યુલા પર વાત થઈ હતી ત્યારે ભાજપ તેના પર રાજી થયો હતો પરંતુ હવે આ ફોર્મ્યુલાને ખોટો ગણાવીને શિવસેના પર આરોપ લગાવવામાં આવી રહ્યાં છે. સાવંતે કહ્યું કે શિવસેના એક સાચી પાર્ટી છે અને જો આ પ્રકારના ખોટા આરોપ લગાવવામાં આવતા હોય તો આવા વાતાવરણમાં દિલ્હીમાં રહી શકાય નહીં. 

— Jiten Gajaria (@jitengajaria) November 10, 2019

અરવિંદ સાવંત દક્ષિણ મુંબઈથી સાંસદ છે અને કેન્દ્રમાં શિવસેનાના કોટામાંથી મંત્રી બન્યા હતાં. તેઓ હેવી ઈન્ડસ્ટ્રી એન્ડ પબ્લિક એન્ટરપ્રાઈઝીસ વિભાગના મંત્રી હતાં પરંતુ હવે તેમણે પદ પરથી રાજીનામું આપી દેવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાએ ચૂંટણી પહેલા ગઠબંધન કરીને ચૂંટણી લડી હતી. પરંતુ પરિણામ આવતા જ શિવસેના 50-50ના ફોર્મ્યુલા પર અડી ગઈ. અત્રે જણાવવાનું કે એનસીપીએ પણ શિવસેનાને સમર્થન આપવાના બદલે ઈશારા ઈશારામાં એનડીએથી અલગ થવાની વાત કરી હતી. 

એનસીપીના કદાવર નેતા નવાબ મલિકે સ્પષ્ટ કરતા કહ્યું હતું કે જો શિવસેના અમારું સમર્થન ઈચ્છતી હોય તો તેણે એનડીએ સાથે સંબંધ તોડવો પડશે અને ભાજપ સાથેના પોતાના સંબંધ પૂરા કરવા પડશે. તેમણે કહ્યું કે શિવસેનાને સમર્થન આપવાના બદલે કેન્દ્રીય કેબિનેટમાંથી પણ તેના મંત્રીઓએ રાજીનામું આપવું પડશે. તેમણે કહ્યું હતું કે આ મુદ્દે ચર્ચા માટે 12 નવેમ્બરના રોજ પાર્ટીઓ પોતાના ધારાસભ્યોની બેઠક બોલાવી છે જેમા આગળની રણનીતિ પર વિચાર કરવામાં આવશે. 

જુઓ LIVE TV

નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં કોઈ પાર્ટીને બહુમત મળ્યું નથી. પરંતુ ભાજપ સૌથી મોટો પક્ષ બનીને ઉભર્યો હતો. જેને 105 બેઠકો જ્યારે શિવસેના બીજા નંબરની પાર્ટી રહી જેને 56 બેઠકો મળી હતી. બંનેએ ભેગા થઈને ચૂંટણી લડી હતી. રાજ્યની 288 વિધાનસભા બેઠકો માટે 145 બેઠકો બહુમત માટે જરૂરી છે. આવામાં શિવસેનાને એકલા એનસીપી નહીં પરંતુ કોંગ્રેસની પણ જરૂર પડે જ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news