મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)માં શનિવારે સવારે બનેલા નાટકીય ઘટનાક્રમમાં જે રીતે નવી સરકારનું ગઠન થયું છે એનાથી એનસીપી (NCP) હલી ગઈ છે. અજિત પવાર (Ajit Pawar)ના સમર્થનથી બનેલી આ સરકાર સામે એનસીપીમાં ભારે રોષ છે. સુત્રો પાસે મળતી માહિતી પ્રમાણે પક્ષની સાંજે 4.30 કલાકે યોજનારી ધારાસભ્ય દળની બેઠકમાં અજિત પવારને ધારાસભ્ય દળના નેતાના પદ પરથી હટાવવામાં આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Maharashtra Live Updates : શરદ પવાર નહીં રહે શાંત, બોલાવી ઇમરજન્સી મીટિંગ અને લેવાઈ શકે છે મોટો નિર્ણય 
 


એનસીપી ચીફ શરદ પવારે (sharad pawar) ધારાસભ્ય દળની આ બેઠક બોલાવી છે. આ બેઠકમાં તમામ ધારાસભ્યો ભાગ લેશે કે નહીં એ સ્પષ્ટ નથી કારણ કે ભાજપ નેતા ગીરિશ મહાજને દાવો કર્યો છે કે તમામ એનસીપી ધારાસભ્યોએ ભાજપને સમર્થન આપ્યું છે. અજિત પવારે રાજ્યપાલને ધારાસભ્યોના સમર્થનની ચિઠ્ઠી સોંપી છે. અજિત પવાર એનસીપી ધારાસભ્ય દળના નેતા છે અને એનો સીધો અર્થ છે કે એનસીપીના તમામ ધારાસભ્યોનું સમર્થન તેમને મળી રહ્યું છે. 


Maharashtra Live Updates : 30 નવેમ્બર પહેલાં લેવો પડશે વિશ્વાસ મત, અજિત પવારના ધારાસભ્યોને રખાશે ગોવાના ગુપ્ત સ્થળે?


મહારાષ્ટ્રમાં શનિવારે સવારે ભાજપે (BJP) અન્ય પક્ષ નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) સાથે મળીને પોતાની સરકાર બનાવી લીધી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ શપથગ્રહણ સમારોહમાં ભાજપના દેવેન્દ્ર ફડણવીસ (Devendra Phadanvis)ને ફરીવાર મુખ્યપ્રધાન (CM) તરીકે કમાન સોંપી છે. શરદ પવારના ભત્રીજા અજિત પવાર (Ajit Pawar)ને નાયબ મુખ્યપ્રધાનનું પદ સોંપવામાં આવ્યું છે.


LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube