NCPના દિગ્ગજ નેતાએ કહ્યું- અમે BJP ને આપીશું સાથ...પણ સાથે મૂકી આ એક અનોખી શરત
એનસીપી (NCP) નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે (Nawab Malik) કહ્યું કે જો બર્લિનની દીવાલ પાડી શકાય તો ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશનો વિલય કેમ નથઈ શકે? જો ભાજપના નેતૃત્વમાં આવું થતું હશે તો અમે ભાજપનો સાથ આપીશું.
મુંબઈ: એનસીપી (NCP) નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે (Nawab Malik) કહ્યું કે જો બર્લિનની દીવાલ પાડી શકાય તો ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશનો વિલય કેમ નથઈ શકે? જો ભાજપના નેતૃત્વમાં આવું થતું હશે તો અમે ભાજપનો સાથ આપીશું.
Corona Update: દેશના આ 10 રાજ્યોમાંથી આવી રહ્યા છે કોરોનાના 77% નવા કેસ
દેવેન્દ્ર ફડણવીસના નિવેદન પર જવાબ
નવાબ મલિકે કહ્યું કે દેવેન્દ્ર ફડણવીસે જે પ્રકારે કહ્યું કે એક સમય એવો આવશે જ્યારે કરાચી ભારતનો ભાગ હશે, તો અમે કહીએ છીએ કે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશનો વિલય થવો જોઈએ. તેમણે કહ્યું કે જો બર્લિનની દીવાલ પાડી શકાતી હોય તો ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ એક સાથે કેમ ન આવી શકે?
Drug પેડલરને પકડવા ગયેલી NCB ની ટીમ પર જીવલેણ હુમલો, 3ની ધરપકડ
ભાજપનો સાથ આપીશું-મલિક
એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું કે જો ભાજપ આ ત્રણ દેશોનો વિલય કરીને એક જ દેશ બનાવવા માંગતો હોય તો અમે ચોક્કસપણે તેનું સ્વાગત કરીશું.
PM મોદીએ સાંસદો માટેના નવા આવાસનું કર્યું ઉદ્ધાટન, દરેક Flat માં મળશે આ સુવિધાઓ
મહારાષ્ટ્રમાં લોકડાઉનની જરૂર નથી-મલિક
મહારાષ્ટ્રમાં એકવાર ફરીથી લોકડાઉનની શક્યતાને નવાબ મલિકે ફગાવી દીધી છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં હાલ લોકડાઉનની કોઈ જરૂર નથી. તેમણે કહ્યું કે કેટલાક રાજ્યોમાં કોવિડ-19ના કેસ વધી રહ્યા છે આથી ત્યાં પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યા છે. પરંતુ મહારાષ્ટ્ર સરકાર રાજ્યમાં દરેક સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube