નવી દિલ્હીઃ પંજાબમાં ચરણજીત સિંહ ચન્ની રાજ્યના પ્રથમ દલિત મુખ્યમંત્રી બની ગયા છે. ચરણજીત સિંહે આજે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ સાથે તેમની મુશ્કેલી પણ વધી રહી છે. એક તરફ કોંગ્રેસની અંદર આંતરિક વિવાદ ઉચ્ચ સપાટીએ છે તો બીજીતરફ ચરણજીતનો જૂનો વિવાદ ફરી સામે આવી રહ્યો છે. મહિલા આયોગના ચેરપર્સને તેમના મુખ્યમંત્રી બનવાને લઈને કોંગ્રેસ પર નિશાન સાધ્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NCW એ કરી પદ પરથી હટાવવાની માંગ
મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું કે પંજાબના મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની પર 2018માં MeToo મૂવમેન્ટ દરમિયાન ગંભીર આરોપ લાગ્યા હતા. રાજ્ય મહિલા પંચે ત્યારે તેમને નોટિસ ફટકારી હતી, ત્યાં સુધી કે તેમને સસ્પેન્ડ કરવા માટે ધરણા પણ આપ્યા હતા. પરંતુ આ મામલામાં પંજાબ સરકારે કોઈ પગલા ભર્યા નહીં. 


ઓળખ બદલી હોસ્પિટલ પહોંચેલા સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાને ગાર્ડે માર્યો ડંડો, જાણો શું છે ઘટના


આ પહેલા ભાજપે પણ કથિત રીતે એક મહિલા IAS અધિકારીને ખોટા મેસેજ મોકલ્યા બાદ મીટૂના આરોપનો સામનો કરનાર ચરણજીતને મુખ્યમંત્રી બનાવવાને લઈને કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. સાથે પાર્ટી નેતા અમિત માલવીયે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ પાર્ટી ક્યા મોઢે મહિલા સુરક્ષાની વાત કરે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube