મોદી સરકાર માટે રાજ્યસભામાં પણ આવશે `અચ્છે દિન`, જાણો રાજકીય સમીકરણો
રાજ્યસભામાં બહુમતી નહી હોવાથી મોદી સરકારનાં અનેક મહત્વકાંક્ષી બિલ વિપક્ષની આડોડાઇના કારણે અટવાયેલા પડ્યા છે, જો કે હાલની રાજકીય સ્થિતી જોતા ટુંકમાં જ એનડીએનાં અચ્છે દિન આનેવાલે છે તેમ કહી શકાય...
નવી દિલ્હી : 5 જુલાઇએ ગુજરાતમાં રાજ્યસભાની પેટા ચૂંટણી થવા જઇ રહી છે. જો કે આ સીટો ભાજપ માટે અત્યંત મહત્વની છે. રાજ્યસભામાં હવે એનડીએ સ્પષ્ટ બહુમતી તરફ આગળ વધી રહ્યું છે. જે પ્રકારે દેશમાં હાલ વિકાસનું વાતાવરણ સર્જવામાં આવ્યું છે, તેમાં કેટલાક બિલ રાજ્યસભામાં અટવાયેલા પડ્યા છે. જો કે રાજ્યસભામાં મોદી સરકાર પાસે બહુમતી નહી હોવાનાં કારણે તેના હાથ બંધાયેલા છે. પરંતુ આગામી થોડા સમયમાં જે પ્રકારના રાજકીય સમિકરણો સર્જાઇ રહ્યા છે તે જોતા એ દિવસો દુર નથી કે રાજ્યસભામાં પણ એનડીએ સ્પષ્ટ બહુમતી મેળવી લેશે.
દેશમાં 1 કરોડ મકાનોની માંગ, મોદી સરકાર 2022 સુધીમાં તમામને આપશે ઘર
લોકસભા ચૂંટણીમાં ભારે બહુમતીથી જીતીને મોદી સરકારે સદનમાં વિપક્ષને એક પ્રકારે પંગુ બનાવી જ દીધું છે, રાજ્યસભામાં પણ વિપક્ષની કથિત દાદાગીરીમાંથી જલ્દી છુટકારો મેળવી લેશે. હાલમાં જ TDPના 4 સાંસદો અને INLDના એક સાંસદે ભાજપનો પાલવ પકડ્યો છે. આ 5 સાંસદો સાથે મળીને ભાજપ પાસે રાજ્યસભામાં કુલ 76 સાંસદો થઇ ચુક્યા છે. આ ઉપરાંત ગુજરાતમાં પણ 5 જુલાઇએ 2 સીટ પર પેટા ચૂંટણી થવાની છે. જેમાં બંન્ને પર ભાજપનાં ઉમેદવારો જ જીતશે તે પાક્કું છે.
કેન્દ્રએ આપ્યો દિલ્હી સરકારને મોટો ઝટકો, મેટ્રોમાં મહિલાઓની નિ:શુલ્ક યાત્રાનો પ્રસ્તાવ કર્યો રદ
મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય: દૂધની ખાલી થેલીના પણ ગ્રાહકોને મળશે પૈસા...
જેના કારણે ભાજપનું સંખ્યાબળ વધીને 78 થઇ જશે. આ સીટો ગૃહમંત્રી અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીનાં લોકસભામાં ચૂંટાઇને આવવાને કારણે ખાલી થઇ હતી. આ પ્રકારે ઓરિસ્સામાં નવીન પટનાયક સાથે વડાપ્રધાનની વાતચીત બાદ 1 સીટ ભાજપનાં ખાતામાં જશે. ત્યાર બાદ પાર્ટીના સભ્યોની સંખ્યા 79 થઇ જશે. ભાજપની આ સંખ્યામાં માનદ સભ્યોનો પણ સમાવેશ થાય છે જેમણે ભાજપનું સભ્યપદ લઇ લીધું છે. એટલું જ નહી કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદની લોકસભા ચૂંટણી જીત્યા બાદ ખાલી થયેલ રાજ્યસભા સીટ એનડીએ નાં ખાતામાં જઇ રહી છે. લોકસભા ચૂંટણી સમયે લોજપા સાથે થયેલી સમજુતી અનુસાર આ સીટ રામ વિલાસ પાસવાનને આપવામાં આવી છે.
ફરીદાબાદ: હરિયાણાના કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા વિકાસ ચૌધરીની ગોળી મારી હત્યા
પાસવાન ચૂંટાઇને આવ્યા બાદ રાજ્યસભામાં NDAની સંખ્યા 112 થઇ જશે. મોદી સરકારને 4 અપક્ષ સાંસદોનું પણ સમર્થન છે. જેમાં ડૉ. સુભાષ ચંદ્રા, અમર સિંહ, પરિમલ બરવાની અને સંજય દત્તાત્રેય જાકડેનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત 3 નામાંકિત સભ્યો પણ સરકારની સાથે છે. જેમાં સ્વપ્નીલ દાસ ગુપ્તા, ડૉ. નરેન્દ્ર જાધવ અને મેરી કોમનો સમાવેશ થાય છે. આ પ્રકારે ભાજપ એનડીએનાં સહયોગી, નામાંકિત અને અપક્ષ સાંસદો સાથે મળીને સરકાર પાસે કુલ 112 સભ્યો થઇ જશે. આગામી થોડા દિવસોમાં તે સંખ્યા વધીને 116 થઇ જશે.
જાણો શું છે રાજકીય સમીકરણ?
રાજ્યસભામાં હાલમાં ભાજપ પાસે 76 સભ્યોનું સંખ્યા બળ છે. પરંતુ આગામી સપ્તાહે ગુજરાતમાં યોજાનાર બે બેઠકો તેમજ ઓરિસ્સાની એક બેઠક મળી ત્રણ બેઠકોની ચૂંટણી યોજાનાર છે. જેમાં પ્રાથમિક રીતે ભાજપ પાસે પુરતું સંખ્યાબળ હોવાથી આ ત્રણેય બેઠક ભાજપને મળે એવી પ્રબળ સંભાવના છે. જે જોતાં રાજ્યસભામાં આ સંખ્યાબળ વધીને 79 થઇ શકે. આ ઉપરાંત એઆઇડીએમકે 13, શિવસેના 3, જેડીયૂ 6, અકાલી દળ 3, સિક્કિમ ડેમોક્રેટિક ફ્રન્ટ 1, બોડો પીપલ્સ ફ્રન્ટ 1, આરપીઆઇ 1, એજીપી 1, અપક્ષ 4 અને નોમિનેટેડ 3 તેમજ એલજીપી (પાસવાન ચૂંટાઇ આવે ત્યારે) એનડીએનું કુલ સંખ્યા બળ 116 થવાની સંભાવના છે.
આ ઉપરાંત કેટલાક દળો એવા પણ પણ છે જે મોદી સરકારનું સમર્થન કરી શકે છે. એવા દળો છે જેમકે બીજેડી 5, વાયએસઆરસી 2, નાના પીપલ્સ ફ્રન્ટ 1, ટીઆરએસ 6 સહિત વધુ 14 બેઠકોનું મોદી સરકારને સમર્થન સાંપડી શકે છે. આ સ્થિતિમાં એનડીએ પાસે 130 સભ્યોનું સંખ્યા બળ થઇ શકે છે. રાજ્યસભામાં હાલ 243 સાંસદો છે. આ પ્રકારે એનડીએ પાસે જે સંખ્યાબળ થાય તે અડધા કરતા પણ વધારે થઇ જાય છે.
UPA અને વિપક્ષી સભ્યોની આ છે સ્થિતિ
આ સાથે વિપક્ષનું ગણિત પણ કંઇક આવુ છે. યૂપીએ પાસે 61 સભ્યો છે. જેમાં કોંગ્રેસ 48, આરજેડી 5, એનસીપી 4, કેરાલા કોંગ્રેસ(એમ) 1, જેડીએસ 1, આઇયૂએમએલ 1, નોમિનેટેડ 1 (કે ટી એસ તુલસી)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય વિપક્ષી સભ્યોની સંખ્યા 48 છે. જેમાં સપા 13, ટીએમસી 13, સીપીએમ 5, બસપા 4, ડીએમકે 3, આપ 3, ટીડીપી 2, પીડીપી 2 અને અપક્ષ 2 (વિરેન્દ્ર કુમાર અને રિતુબ્રતા બેનર્જી) સહિત UPA અને NDAના વિરોધવાળા અન્ય દળો સાથે મળીને કુલ સંખ્યા 110 થાય છે. એવામાં હાલનાં સમયે પણ રાજ્યસભામાં સરકાર કોઇ પણ બિલને પાસ કરવા માટે સમર્થ હોવાની સ્થિતીમાં છે. જેમ કે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિનાં અભિભાષણ અંગે થયેલા વિવાદનો જવાબ આપતા કહ્યું હતું કે, દેશહિતમાં વિપક્ષ બિલનો વિરોધ કરવાનું છોડે.