નવી દિલ્હીઃ કેન્દ્રમાં નવી સરકારની રચના થઈ ગઈ છે, લોકસભા ચૂંટણી 2019માં પૂર્ણ બહુમત સાથે ચૂંટાયેલા NDA ગઠબંધને સતત બીજી વખત સરકાર બનાવી છે અને નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદ હેઠળ નવા મંત્રીમંડળની રચના, ખાતાની ફાળવણીની સાથે જ હવે સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. નવી સરકારે પ્રથમ કેબિનેટ મીટિંગમાં અનેક મહત્વના નિર્ણયો લેવાની સાથે સ્પષ્ટ કરી દીધું છે કે આ સરકાર જનતાની દરેક નાની-નાની બાબતોનું ધ્યાન રાખશે. આ સાથે જ શુક્રવારે મળેલી મોદી મંત્રીમંડળની પ્રથમ બેઠકમાં સંસદના સત્ર અને તેનો સમગ્ર કાર્યક્રમ પણ નક્કી કરી લેવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંસદની બજેટ સત્ર 17 જુનથી શરૂ થશે અને 26 જુલાઈ, 2019 સુધી ચાલશે. દેશના પ્રથમ પૂર્ણકાલિન મહિલા નાણામંત્રી નિર્મલા સિતારામન 2019-20નું પૂર્ણ બજેટ લોકસભામાં 5 જુલાઈના રોજ રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય ચૂંટણીને કારણે વચગાળાનું બજેટ ફેબ્રુઆરીમાં તત્કાલિન નાણામંત્રી પિયુષ ગોયલે રજૂ કર્યું હતું. કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે, "4 જુલાઈ, 2019ના રોજ સંસદમાં આર્થિક સરવે રજૂ કરવામાં આવશે અને ત્યાર પછી બીજા દિવસે 5 જુલાઈના રોજ સવારે 11.00 કલાકે બજેટ રજુ કરાશે."


એક્શનમાં મોદી સરકાર...મોદી કેબિનેટનો પ્રથમ મોટો નિર્ણય, શહીદોના બાળકોને આપી ખાસ ભેટ


રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સંસદના સંયુક્ત સત્રને 20 જુન, 2019ના રોજ સંબોધિત કરશે. સંસદની બેઠક મળવાના પ્રથમ દિવસે એટલે કે, 17 જૂનના રોજ પ્રો-ટેમ સ્પીકરની નિમણૂ કરાશે. ઉલ્લેખનીય છે કે, પ્રો-ટેમ સ્પીકર લોકસભાના સ્પીકરની ચૂંટણી ન થાય ત્યાં સુધી લોકસભાના સ્પીકરની ભૂમિકા ભજવતા હોય છે. પ્રો-ટેમ સ્પીકર નવા ચૂંટાયેલા તમામ સાંસદોની સંસદમાં શપથવિધી પણ કરાવશે. સંસદના પૂર્ણકાલીન સ્પીકરની ચૂંટણી 19 જૂનના રોજ યોજાવાની છે. 


લોકસભાના સ્પીકરની નિમણૂક થયા પછી સંસદના બંને ગૃહમાં 'આભાર પ્રસ્તાવ' રજૂ કરવામાં આવશે અને વડાપ્રધાન તેનો જવાબ આપશે. રાજ્યસભાનું સત્ર 20 જૂનના રોજ શરૂ થશે અને 26 જુલાઈ સુધી ચાલશે. 


કેબિનેટ બેઠકમાં મોદી સરકારના 3 મોટા ખેડૂતલક્ષી નિર્ણય, બધા ખેડૂતોને મળશે 6000 રૂપિયા


મોદી સરકારને આર્થિક મોરચે મળ્યા ખરાબ સમાચાર
શપથ લીધા પછી મોદી સરકાર માટે શુક્રવારનો પ્રથમ દિવસ આર્થિક મોરચે ખરાબ સમાચાર લઈને આવ્યો. કેન્દ્રીય આંકડાકિય કાર્યાલય અુસાર કૃષિ અને બાંધકામ ક્ષેત્રે ખરાબ પ્રદર્શનના કારણે 2018-19ના ચોથા ત્રિમાસિક ગાળામાં આર્થિક વૃદ્ધિ દર 5.8 ટકા રહ્યો, જે છેલ્લા 5 વર્ષનો સૌથી ઓછો છે. આ કારણે ભારત આર્થિક વૃદ્ધિના ક્ષેત્રે ચીનથી પાછળ પડી ગયું છે. આ ઉપરાંત, 2018-19ના સમગ્ર વર્ષ દરમિયાન સકળ ઘરેલુ ઉત્પાદન (GDP)નો વૃદ્ધિ દર પણ ઘટીને 5 વર્ષના સૌથી નીચલા સ્તર 6.8 ટકા પર આવી ગયો છે. અગાઉના નાણાકિય વર્ષમાં જીડીપીનો વૃદ્ધિ દર 7.2 ટકા રહ્યો હતો. 


જૂઓ LIVE TV...


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...