દિલ્હીની બેઠકમાં સામેલ થવા માટે ઉપેન્દ્ર કુશવાહાને ન મળ્યું NDAનું આમંત્રણ
એનડીએની બેઠકને લઇ ઉપેન્દ્ર કુશવાહ તરફથી સસ્પેન્સ છે. માનવામાં આવી રહ્યું છે કે ઉપેન્દ્ર કુશવાહા એનડીએની બઠકમાં સામેલ થવા ગયા છે.
નવી દિલ્હી: બિહારમાં આરએએલએસપી પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાને લઇ રાજકારણ ગરમાયું છે. ત્યારે રાજકાણની ગરમાવો દિલ્હી સુધી પણ પહોંચી ગયો છે. સંસદના શિયાળા સત્રને લઇ એનડીએના ઘટક દળની બેઠક થવાની છે. પરંતુ સમાચાર મળી રહ્યાં છે કે એનડીએની આ બેઠકમાં ઉપેન્દ્ર કુશવાહને આમંત્રિત કરવામાં આવ્યા નથી. જોકે ઉપેન્દ્ર કુશવાહા દિલ્હી રવાના થઇ ગયા છે.
એનડીએની બેઠકને લઇ ઉપેન્દ્ર કુશવાહ તરફથી સસ્પેન્સ છે. માનવામાં આવી રહ્યું છે કે ઉપેન્દ્ર કુશવાહા એનડીએની બઠકમાં સામેલ થવા ગયા છે. પરંતુ સમાચાર છે કે કુશવાહાને એનડીએની બેઠકમાં આમંત્રિક કરવામાં આવ્યા નથી. આ સાથે સ્પષ્ટ છે કે હવે ઉપેન્દ્ર કુશવાહાના રાજકારણથી એનડીએએ તેમનાથી અંતર બનાવ્યું છે.
વાંચો: રાજસ્થાન: તલાકના મામલે દીયા કુમારીએ કહ્યું- પરિવારના હિતમાં લીધો છે નિર્ણય
જોકે, ભાજપની સામે ઉપેન્દ્ર કુશવાહાના હાલના નિવેદનથી સંપૂર્ણ એનડીએ નારાજ છે. એવામાં જ્યાં બિહારમાં ઉપેન્દ્ર કુશવાહાને લઇ એનડીએના નેતા નિશાન સાધી રહ્યાં છે. ત્યારે દિલ્હીના નેતાઓ પણ તેમનાથી અંતર બાનાવી રહ્યાં છે.
રવિવારે પણ ઉપેન્દ્ર કુશવાહાએ નીતિશ સરકારની સામે બીજા દિવસે ઉપવાસમાં નવાદામાં ભાજપની સામે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે હવે ના વાત થશે અને ના મુલાકત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે કોઇ વાત થઇ નથી. અમે જનતાના સવાલો પર આંદોલન કરી રહ્યાં છે.
વાંચો: જમ્મૂ; આતંકી રિયાજ અહેમદની ધરપકડ, મિલિટેન્ટ બનાવા યુવાઓને કરતો હતો મોટિવેટ
ત્યારે એનડીએની બેઠકમાં સામેલ થવાને લઇ ઉપેન્દ્ર કુશવાહાએ પણ સસ્પેન્સ બનાવ્યું છે. તેમણે બેઠકમાં સામેલ થવાની કોઇ વાત કરી નથી. જોકે ભૂતકાળમાં સુત્રોના અહેવાલથી સમાચાર મળી રહ્યા હતા કે 10 ડિસેમ્બરે કુશવાહા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકત કરશે.
તમને જણાવી દઇએ કે, 10 ડિસેમ્બરે એનડીએ અને યૂપીએ બંને ગઠબંધનની બેઠક કરવાના છે. પરંતુ આ સ્પષ્ટ થયું નથી કે ઉપેન્દ્ર કુશવાહા કોઇ બેઠકમાં ભાગ લેશે. જોકે સમાચાર છે કે એનડીએની તરફથી કુશવાહાને નિમંત્રણ આપવામાં આવ્યું નથી.
વાંચો: PM મોદીની આગળ નમ્યું ચીન: વિવાદ ભૂલી હાથ મિલાવ્યા, સાથે મળી કરશે આ કામ
ઉપેન્દ્ર કુશવાહાના રાજકારણને લઇ આરજેડીએ પણ નિશાન સાધ્યું છે. આરજેડીના નેતાઓનું કહેવું છે કે, ઉપેન્દ્ર કુશવાહા બે નાવ પર સવાર છે. જો તેઓ આવું કરશે તો ડૂબી જશે. જોકે, એનડીએ નહીં છોડવાની વાત પહ કહ્યું છે કે તેઓ મંત્રી ખુર્શીની લાલચમાં એનડીએ છોડી રહ્યાં નથી. એક બાજુ તેમને સત્તાનું સુખ જોઇએ છે. ત્યારે તેઓ મંત્રી રહી સરકાર પર નિશાન સાધી રહ્યાં છે. જોકે કુશવાહા વારંવાર એનડીએની સાથે રહેવા અથવા ન રહેવાનો ટુંક સમયમાં નિર્ણય લેવાની વાત કરી રહ્યાં છે.