ગુરૂ બન્યા નરેન્દ્ર મોદી, નવા ચૂંટાયેલા સાંસદોને આપ્યો સફળતાનો ગુરૂમંત્ર
ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની આગેવાનીમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)નાં નવા ચૂંટાયેલા સાંસદ એનડીએની સંસદીય દળની બેઠકમાં પહોંચી ચુક્યા છે. બેઠકમાં હિસ્સા લેવા માટે વડાપ્રધાન મોદી પણ પહોંચ્યા હતા.વડાપ્રધાનનું સ્વાગત પુર્વ ગૃહમંત્રી રાજનાથ સિંહે તથા ભાજપ અધ્યક્ષ અમિત શાહે કર્યું. . આ બેઠકમાં નરેન્દ્ર મોદીને ઔપચારિક રીતે ભાજપ સંસદીય દળનાં નેતા ચૂંટવામાં આવ્યા. તેમના નામનો પ્રસ્તાવ ભાજપ અધ્યક્ષ અમિત શાહે કર્યો. આ પ્રસ્તાવનું સમર્થન રાજનાથ સિંહ અને નીતિન ગડકરીએ કર્યું.
નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની આગેવાનીમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)નાં નવા ચૂંટાયેલા સાંસદ એનડીએની સંસદીય દળની બેઠકમાં પહોંચી ચુક્યા છે. બેઠકમાં હિસ્સા લેવા માટે વડાપ્રધાન મોદી પણ પહોંચ્યા હતા.વડાપ્રધાનનું સ્વાગત પુર્વ ગૃહમંત્રી રાજનાથ સિંહે તથા ભાજપ અધ્યક્ષ અમિત શાહે કર્યું. . આ બેઠકમાં નરેન્દ્ર મોદીને ઔપચારિક રીતે ભાજપ સંસદીય દળનાં નેતા ચૂંટવામાં આવ્યા. તેમના નામનો પ્રસ્તાવ ભાજપ અધ્યક્ષ અમિત શાહે કર્યો. આ પ્રસ્તાવનું સમર્થન રાજનાથ સિંહ અને નીતિન ગડકરીએ કર્યું.
નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિને મળી સરકારનો દાવો રજુ કર્યો, તમામની અપેક્ષા પુર્ણ કરવાની પ્રતિબદ્ધ
ત્યાર બાદ વડાપ્રધાને સંબોધન કરતા કહ્યું કે, આ ચૂંટણી સમગ્ર વિશ્વ માટે વિસ્મય સમાન હતું. અમને મળેલા પ્રચંડ જનાદેશે જવાબદારી સોંપી છે. દેશની જનતા સેવાભાવ સ્વીકાર કરે છે. અહંકાર અહીં સ્વિકારાતો નથી. જનતાએ આપણને સેવાભાવના કારણે જ ચૂંટ્યા છે.
રાહુલ બાદ મમતાની રાજીનામાની રજુઆત, કહ્યું કોંગ્રેસની જેમ સરેન્ડર નહી કરૂ
પત્ની સાથે લંડન ભાગવાની ફિરાકમાં હતા ગોયલ, એરપોર્ટ પર ધરપકડ
VIP કલ્ચરથી દુર રહેવા ભલામણ
2014થી 2019 સુધી આપણે ગરીબો માટે સરકાર ચલાવી અને આજે હું ઘણા મોટા સંતોષ સાથે કહી શકુ છું કે આ સરકાર દેશનાં ગરીબોએ બનાવી છે. વીઆઇપી કલ્ચરથી દેશને મોટી નફરત છે. અમે પણ નાગરિક છીએ તો લાઇનમાં શા માટે રહી ન શકો. હું ઇચ્છુ છું કે અમે જનતાને ધ્યાનમાં રાખીને પોતાની જાતને બદલવી જોઇએ. લાલ બત્તી હટાવવાથી કોઇ આર્થિક ફાયદો નથી થયો, જનતા વચ્ચે સારો મેસેજ ગયો છે.