ગુવાહાટી : ભારતી જનતા પાર્ટી (ભાજપ)નાં અધ્યક્ષ અમિત શાહે કહ્યું કે, મિઝોરમ વિધાનસભા ચૂંટણી બાદ પુર્વોત્તર કોંગ્રેસ મુક્ત થઇ જશે. મિઝોરમમાં આ વર્ષનાં અંતમાં ચૂંટણી યોજાવાની છે. ભાજપનીત રાજ રાજનીતિક મંચ, પુર્વોત્તર લોકતાંત્રિક ગઠબંધન (નેડા)નાં ત્રીજા સમ્મેલનને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે, પુર્વોત્તરમાં અમે પહેલા અસમમાં ચૂંટણી જીતી, ત્યાર બાદ મણિપુર અને ત્યાર બાદ ત્રિપુરા. ત્રિપુરામાં અમને ભારે જનાદેશ મળ્યો. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમિત શાહે કહ્યું કે, નાગાલેન્ડ અને મેઘાલયમાં ભાજપનાં સમર્થનથી નેડા સત્તામાં છે. ચૂંટણી બાદ મિઝોરમ પમ કોંગ્રેસ મુક્ત થઇ જશે. તેમણે કહ્યું કે, આ વર્ષનાં અંતિમાં મિઝોરમમાં ચૂંટણી બાદ પુર્વોત્તરનાં તમામ આઠ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ અહીં એક સાથે બેઠા હશે. તેમણે કહ્યું કે, નેડા માત્ર એક રાજનીતિક મંચ નથી પરંતુ ભુ રાજનીતિક મંચ છે. જેનો ઇરાદો પુર્વોત્તરનો વિકાસ કરવાનો છે. નેડાની રચના અસમમાં ભાજપની ઐતિહાસિક જીત બાદ કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, તે અગાઉ પુર્વોત્તર રાજ્યોને ભ્રષ્ટાચાર માટે જ ઓળખાતા હતા. હવે નેડા સરકારની હાજરીમાં રાજ્ય બ્રીફકેસ રાજનીતિથી ઉપર જઇ ચુક્યા છે અને વિકાસનાં રસ્તે નવી ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી રહ્યા છે.


 


આ ક્ષેત્રોમાં કોંગ્રેસ શાસન પર નિશાન સાધતા ભાજપ અધ્યક્ષે કહ્યું કે તમામ કોંગ્રેસ મુખ્યમંત્રીનાં દિલ્હી, મુંબઇ, બેંગ્લોર અને અન્ય શહેરોમાં બંગ્લા છે. તેમણે કહ્યું કે તો પૈસા ક્યાંથી આવી રહ્યા છે ? ગરીબોનાં વિકાસનાં નાણા પોતાનાં વિકાસ માટે વાપરવામાં આવ્યા. ભાજપ સરકારે તે સુનિશ્ચિત કર્યું કે કેન્દ્ર દ્વારા આપવામાં આવતો એકે - એક રૂપિયા લોકો સુધી પહોંચે.