5 વર્ષમાં 65 વાર પેપર લીક! વિદ્યાર્થીઓ-ઉમેદવારો સાથે ક્યાં સુધી થશે અન્યાય?
CPI (ML)ના સાંસદે કહ્યું કે દેશમાં ટેલેન્ટની કોઈ દિવસ ઉપેક્ષા ન થવી જોઈએ... પરંતુ ભારતમાં છેલ્લાં 5 વર્ષમાં ટેલેન્ટની સરેઆમ ઉપેક્ષા થઈ રહી છે... તેનું કારણ છે પેપર લીક... કેમ કે વિદ્યાર્થીઓ રાત-દિવસ મહેનત કરીને પરીક્ષાની તૈયારી કરે...
- 5 વર્ષ.... 65 પેપર લીક
- દેશમાં પેપર લીકની ઘટનાઓ ક્યાં સુધી?
- વિદ્યાર્થીઓ-ઉમેદવારો સાથે ક્યાં સુધી અન્યાય?
- NEET પેપર લીક એક નથી, લાંબી યાદી છે
- દર વખતે તપાસ, પણ પરિણામ શૂન્ય
- દેશમાંથી ક્યારે પેપર લીકની ઘટના બંધ થશે?
ઝી બ્યૂરો, અમદાવાદઃ દેશમાં દરેક વખતે એક ને એક માફિયા ફરીથી પેપર લીક કરીને લાખો વિદ્યાર્થીઓને રડાવે છે... આ સમયે સીબીઆઈ નીટ પેપર લીકની તપાસ અલગ-અલગ રાજ્યમાં કરી રહી છે...જરૂરી છે કે આ પેપર લીકનો મુખ્ય આરોપી ઝડપાય અને આ સમસ્યાનો જડમૂળથી અંત આવે... કેમ કે 2019થી અત્યાર સુધી એટલે કે 5 વર્ષની અંદર 65 પરીક્ષાઓના પેપર લીક થઈ ચૂક્યા છે..ત્યારે કયા રાજ્યમાં કેટલાં પેપર લીક થયા? જાણો વિગતવાર...
યૂથ કોંગ્રેસનો નવી દિલ્લીમાં ઉગ્ર વિરોધ....
AISAનો નવી દિલ્લીમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન....
CPI (ML)ના સાંસદે કહ્યું કે દેશમાં ટેલેન્ટની કોઈ દિવસ ઉપેક્ષા ન થવી જોઈએ... પરંતુ ભારતમાં છેલ્લાં 5 વર્ષમાં ટેલેન્ટની સરેઆમ ઉપેક્ષા થઈ રહી છે... તેનું કારણ છે પેપર લીક... કેમ કે વિદ્યાર્થીઓ રાત-દિવસ મહેનત કરીને પરીક્ષાની તૈયારી કરે... પરંતુ પરીક્ષાના 1 દિવસ કે 2 દિવસ પહેલાં પેપર ફૂટી જાય કે લીક થઈ જાય.... જેના કારણે વિદ્યાર્થીઓની મહેનત બેકાર જાય છે.....
અહીંયા પેપર લીકની વાત એટલા માટે મહત્વની છે... કેમ કે હાલમાં દેશમાં NEETની પરીક્ષાનું પેપર લીક થયું... જે માટે CBIની ટીમ વિવિધ રાજ્યમાં તપાસ કરી રહી છે.... જેમાં મહારાષ્ટ્રથી લઈને ગુજરાત સુધી તપાસનો ઘમઘમાટ બોલાવ્યો છે....
જેમાં ઝારખંડની ઓસેસિસ સ્કૂલના પ્રિન્સિપાલ સામે પણ તપાસ તેજ કરી છે.... પ્રિન્સિપાલ એહસાન ઉલ હક પરીક્ષા વખતે સેન્ટરનો સુપરવાઈઝર બનતો હતો અને તેમના સેન્ટરના કોડવાળું પેપર લીક થયું હતું.... જેના કારણે ઓસેસીસ સ્કૂલ શંકાના દાયરામાં આવી ગઈ છે...
CBIની ટીમ નીટ પેપર લીક કેસની તપાસમાં જોડાઈ છે...પરંતુ શું તપાસ અંજામ સુધી પહોંચશે?...સવાલ એટલા માટે થઈ રહ્યો છે... કેમ કે 2019થી લઈને અત્યાર સુધી પેપર લીકની ઘટનાએ અડધી સદી ફટકારી દીધી છે...જેના કારણે લાખો વિદ્યાર્થીઓના અરમાનો પર પાણી ફરી વળ્યું છે...
2019માં 9 પેપર લીક થયા...
2020માં 12 પેપર લીક થયા....
2021માં 17 પેપર લીક થયા....
2022માં 11 પેપર લીક થયા....
2023માં 12 પેપર લીક થયા...
અને 2024માં 5 પેપર લીક થઈ ચૂક્યા છે...
એટલે કે 5 વર્ષમાં 65 પેપર લીક થયા છે....
જેમાં 40 પેપર તો ભરતી પરીક્ષાના પેપર હતા...
જ્યારે 25 પેપર બિન ભરતી પરીક્ષાના હતા...
પેપર લીકની ઘટનાઓ રોકવા માટે કેન્દ્ર સરકારે કાયદો બનાવ્યો... પરંતુ તેમ છતાં પેપર લીકની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી...સાંસદ ચંદ્રશેખર આઝાદે આ અંગે સરકાર સામે સવાલો ઉભા કર્યા છે. કયા રાજ્યમાં કેટલાં પેપર લીકના કેસ નોંધાયા તે પણ જોઈ લો...
ઉત્તર પ્રદેશમાં 8
રાજસ્થાનમાં 7
મહારાષ્ટ્રમાં 7
બિહારમાં 6
ગુજરાતમાં 4
મધ્ય પ્રદેશમાં 4
હરિયાણામાં 3
કર્ણાટકમાં 3
ઓડિશામાં 3
પશ્વિમ બંગાળમાં 3
દિલ્લીમાં 2
મણિપુરમાં 2
તેલંગાણામાં 2
હિમાચલ પ્રદેશમાં 1
ઉત્તરાખંડમાં 1
જમ્મુ કાશ્મીરમાં 1
ઝારખંડમાં 1
અને નાગાલેન્ડમાં 1 પેપર લીક થઈ ચૂક્યું છે...
એટલે કે દેશના અડધાથી વધારે રાજ્યો 1થી લઈને 8-8 પરીક્ષાના પેપર લીક જોઈ ચૂક્યા છે... ત્યારે આશા રાખીએ કે હવે પછી કોઈપણ પરીક્ષાનું પેપર લીક ન થાય તે માટે સરકાર કડક સજા કરે... અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈ ચેડાં ન થાય....