NEET PG 2023: ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન (FAIMA) ના બેનર હેઠળ કેટલાક ડોક્ટર્સ નીટ પીજી સ્થગિત કરવાની માંગણી કરવામાં આવી રહી હતી. જેના પર કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ લોકસભામાં જણાવ્યું કે NEET PG 2023 કાર્યક્રમ હેઠળ 5 માર્ચના રોજ જ NEET પરીક્ષાનું આયોજન થશે. નીટ પીજી રજિસ્ટ્રેશનની તારીખ પણ ગઈ કાલે એટલે કે 12મી ફેબ્રુઆરીએ છેલ્લી તારીખ હતી. જો કે આમ છતાં હજુ પણ વિદ્યાર્થીઓ તો આ પરીક્ષા સ્થગિત કરવાની માંગણી કરી જ રહ્યા છે. વિદ્યાર્થીઓની હજુ પણ એવી માંગણી છે કે આ પરીક્ષા ઓછામાં ઓછી એક કે બે મહિના પાછળ જાય. 


શું પાછી ઠેલાશે પરીક્ષા
આ પરીક્ષા પાછી ઠેલાય તેવી શક્યતા ખુબ ઓછી છે કારણ કે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવી દીધુ છે કે આ પરીક્ષા નિર્ધારિત કાર્યક્રમ મુજબ જ લેવાશે. કોંગ્રેસ સાંસદ ગૌરવ ગોગોઈ દ્વારા પૂછાયેલા એક સવાલ કે શું ડોક્ટરોના વિભિન્ન સમૂહોની માંગણી મુજબ પરીક્ષા સ્થગિત થશે? તો માંડવિયાએ જવાબ આપ્યો હતો કે પરીક્ષાની તારીખ 5 માર્ચ છે અને તેની જાહેરાત પાંચ મહિના પહેલા કરવામાં આવી હતી. તેમણે એમ પણ કહ્યું કે કોઈ પણ વિદ્યાર્થી પરીક્ષા આપવામાં પાછળ ન રહી જાય તે સુનિશ્ચિત કરવા માટે સરકારે ઈન્ટર્નશીપની કટ ઓફ તારીખ 11 ઓગસ્ટ સુધી આગળ વધારી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube