કાઠમંડૂ: નેપાળ (Nepal) કાલાપાની (Kalapani) પર પોતાનો કબ્જો પાક્કો કરવા માટે પોતાના નવા મિત્ર ચીન (China) ના પગલે કામ કરવાની તૈયારી કરી રહ્યું છે. ઈન્ટેલિજન્સ સૂત્રોના જણાવ્યાં મુજબ નેપાળ પોતાના નવા નક્શા (New Map) ને આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા અપાવવા માટે અનેક પ્રકારની રણનીતિઓ પર કામ કરી રહ્યું છે. જેમાં નેપાળ વિભિન્ન દેશોમાં હાજર પોતાના દૂતાવાસો દ્વારા મોટુ અભિયાન ચલાવવાની યોજના ઘડી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પર્યાવરણ કટોકટી: મોટી મુશ્કેલીમાં 'મિત્ર દેશ' સપડાયો, ભારતે આ રીતે કરી મદદ 


નેપાળ સરકાર કાલાપાસની અંગે એક પુસ્તક બહાર પાડવાનું છે. જેમાં કાલાપાનીમાં નેપાળના દાવાને પાક્કો કરવા માટે અનેક પ્રકારના પુરાવા રજુ કરવામાં આવ્યાં છે. તેમાં નેપાળે પોતાના દાવાને ઐતિહાસિક પુરાવા સાથે રજુ કર્યા છે. આ પુસ્તકને તમામ નેપાળી દૂતાવાસોમાં મોકલવામાં આવશે અને તેના દ્વારા આ પુસ્તકને સમગ્ર દુનિયાના કૂટનીતિ વિશેષજ્ઞોમાં પ્રચારિત કરવામાં આવશે. 


નેપાળને આશા છે કે તેનાથી દુનિયામાં તેના દાવાના સમર્થનમાં જનમત ભેગો કરવામાં મદદ મળશે. આ પુસ્તકને સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં મોકલવામાં આવશે. આ સાથે જ નેપાળ ગૂગલના અધિકારીઓ સાથે પણ સંપર્ક કરવાની તૈયારીમાં છે જેથી કરીને કાલાપાનીને ગૂગલ મેપમાં નેપાળનો જ ભાગ દેખાડવા માટે તેને રાજી કરી શકાય. 


દુનિયા પર તોળાઈ રહ્યું છે 'પરમાણુ' યુદ્ધનું જોખમ, ટ્રમ્પે ચીનને આપી ચેતવણી


અત્રે જણાવવાનું કે નેપાળે મે મહિનામાં પોતાનો નવો નક્શો બહાર પાડ્યો હતો. જેમાં કાલાપાની, લિંપિયાધૂરા અને લિપુલેખ પાસને નેપાળનો ભાગ ગણાવવામાં આવ્યાં. જ્યારે આ ત્રણ જગ્યાઓને ભારત પોતાનો હિસ્સો ગણાવે છે. આથી ભારતે તેના પર આપત્તિ નોંધાવી હતી. પરંતુ 18 જૂનના રોજ નેપાળ સંસદની સ્વિકૃતિ બાદ આ નક્શો નેપાળના બંધારણનો ભાગ બની ગયો. 


ભારત અને નેપાળ વચ્ચે 1880 કિમીની સરહદ છે. જેના 98 ટકા હિસ્સા પર કોઈ વિવાદ નથી. આ ત્રણ વિવાદિત હિસ્સામાં કુલ 370 વર્ગ કિમીનો વિસ્તાર છે જેના પર 1816માં બ્રિટિશ શાસન અને નેપાળ વચ્ચે થયેલી સુગૌલી સંધિ બાદથી ભારતનો કબ્જો રહ્યો છે. 


નકશા વિવાદ પર આંખો બતાવનાર નેપાળ ઝૂક્યું, ભારત સાથે કરી વાતચીત


હકીકતમાં આ વિસ્તાર રણનીતિક રીતે ખુબ મહત્વપૂર્ણ છે. જે ભારત, તિબ્બત અને નેપાળના ટ્રાય જંકશન પર પડે છે. ભારતનું કહેવું છે કે નેપાળ ચીનના પ્રભાવમાં આવીને નવી જમીન વિવાદ છેડવા માંગે છે અને તે હિસ્સાઓને વિવાદિત બનાવી રહ્યું છે જેના પર અગાઉ પણ ક્યારેય કોઈ વિવાદ રહ્યો નથી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube