નવી દિલ્હી : નેપાળની (NEPAL) વધારે એક વિચિત્ર હરકત સામે આવી છે. નેપાળની આ હરકતનાં કારણે બિહારમાં પુરની સ્થિતી સર્જાઇ શકે છે. નેપાળ સરકારે બિહારનાં પૂર્વી ચંપારણનાં ઢાકા તાલુકા વિ્તારમાં લાલ બકેલા નદી પર બની રહેલા તટીય બંધનાં પુન:નિર્માણનું કામ અટકાવી દીધું છે. બિહારનાં જળ સસાધન મંત્રી સંજય કુમાર ઝાએ જણાવ્યું કે, નેપાળ ગંડક ડેમનું સમારકામ જરૂરી છે, જો કે નેપાળ સરકાર દ્વારા સમારકામ માટેની મંજુરી નથી આપવામાં આવી રહી. જ્યારે લાલ બકેયા નદીમાં નો મેન્સ લેન્ડ નો હિસ્સો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત સરકાર ચીનની ગેમ કરશે ઓવર? મોદી સરકાર ટુંક સમયમાં લેશે મોટો નિર્ણય

જળ સંસાધન મંત્રીના અનુસાર આ જગ્યા ઉપરાંત પણ નેપાળે અનેક અન્ય સ્થળો પર સમારકામ અટકાવી દીધું છે. તેમણે આગળ જણાવ્યું કે, જો આ મુદ્દે યોગ્ય સમયે ધ્યાન નહી આપવામાં આવે તો બિહારનાં મોટા હિસ્સામાં પુરનો ખતરો પેદા થઇ શકે છે. ઉલ્લેખનીય છે કે, ગંડક નદી બેરેજનાં 36 દરવાજા છે, જેમાં 18 નેપાળના સીમા વિસ્તારમાં છે. ભારતે પોતાનાં વિસ્તારમાં આવનારા ફાટક સુધીના બંધનું દરેક વર્ષની જેમ આ વર્ષે પણ સમારકામ કરી દીધું છે. 


પુરી રથયાત્રાને સુપ્રીમ કોર્ટે મંજુરી આપી, લોકોનાં સ્વાસ્થ અંગે કહી મોટી વાત

બીજી તરફ નેપાળ હિસ્સામાં આવતા 18થી લઇને 36 ફાટક સુધીનાં બંધનુ સમારકામ થઇ શકે તેમ નથી. નેપાળ બંધનુ સમારકામ કરવા માટે સામગ્રી નથી લઇ જવા દઇ રહ્યું. તે સતત આ વિસ્તારમાં અવરોધ પેદા કરી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા સમયથી ભારત અને ચીન ઉપરાંત ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોમાં પણ તણાવ ચાલી રહ્યો છે.


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube